રાફેલ ડિલ પર પીયૂષ ગોયેલનો પલટવાર, રાહુલ ગાંધીના 8 જૂઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ

By : krupamehta 03:48 PM, 12 October 2018 | Updated : 03:48 PM, 12 October 2018
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત અને ફ્રાંસની વચ્ચે લડાકૂ વિમાન રાફેલને લઇને થયેલી ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ખોટું હોલવાનો આરોપ લગાવ્યો. એમને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી ફેક ન્યૂઝ દ્વારા દેશભરમાં ખોટું ફેલાવવાનો પ્રયત્ન કર્યો.

ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીના ખોટાનો પર્દાફાશ ફ્રાંસ સરકાર અને રાફેલ બનાવનાર કંપનીના સીઇઓએ કરી દીધો છે. એમને આરોપ લગાવ્યો કે રાહુલે અત્યાર સુધી અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ અને નિર્મલા સીતારમણના આરોપોનો જવાબ આપ્યો નથી. 

એમને કહ્યું કે આ સરકાર અને પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા પર ધ્યાન આપ્યું છે અને રાફેલ જડીલ દેશના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. 

ગોયલે આ બાબતે કહ્યું કે રાહુલે આ કરારમાં કોઇ પ્રાઇવેટ કંપનીને સામેલ કરવા માટે જે ફ્રેંચ મીડિયા સંગઠનનો ખોટા રિપોર્ટનો હવાલો આપ્યો રાફેલ બનાવનારી કંપનીના સીઇઓ એ એ વાતને નકારી દીધો છે. 

રાહુલે સુપ્રીમ કોર્ટના નિર્ણનો ઉલ્લેખ કર્યો, પરંતુ સુપ્રીમ કોર્ટે રાફેલની કિંમત સાર્વજનિક કરવાની ના પાડી અને કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંધિત મામલો છે. 

રાહુલે કહ્યું કે આ મામલે એક ઓફિસરનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, એમને હટાવવામાં આવ્યા છે. આ પણ ખોટું છે, એ ઓફિસરને ટ્રેનિંગ માટે મોકલવમાં આવ્યા છે. 

ફ્રાંસ સરકાર અને એક કંપનીની વચ્ચે Quid Pro Quo ની વાત પણ ખોટી છે. ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ પણ એને નકારી દીધી. 

રાહુલે પૂર્વ ફ્રાંસીસ રાષ્ટ્રપતિ પર મોદી માટે ખરાબ શબ્દો કહેવાનો આરોપ લગાવ્યો, જે ખોટો સાબિત થયો. દેશના વિપક્ષી નેતાઓએ આંતરરાષ્ટ્રીય નેતાના બહાનાથી પોતાની વાત કહી. એનાથી બંને દેશોના સંબંધ ખરાબ થઇ શકતા હતા. 

સંસદમાં રાહુલે કહ્યું કે એ ખુદ ફ્રાંસના રાષ્ટ્રપતિને મળ્યા અને પૂછ્યું કે શું બંને દેશોની વચ્ચે કોઇ સીક્રેટ ફેક્ટ છે. એમનો આ દાવો પણ ફ્રાંસના રાષ્ટ્રપતિથિ ઠુકરાવી દેવામાં આવ્યો છે. 

કોંગ્રેસ અધ્યક્ષે રાફેલની ઘણી કિંમતો કહી, એ માત્ર એક એરક્રાફ્ટ અને એક ફુલી લોડેડ એરક્રાફ્ટની સરખામણી કરી રહ્યા છે. 

રાહુલનું આઠમું ખોટું એવું હતું કે કેબિનેટ કમિટિ ઓફ સિક્યોરિટીને આ ડીલની જાણકારી ન હતી. આવુ ક્યારેય થયું નથી અને થઇ શકશેન નહીં. 

જણાવી દઇએ કે ગુરુવારે કોમગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાફેલ ડીલ પર આઠ પ્રશ્નો પૂછીને કેન્દ્ર સરકારને ઘેર્યા હતા. Recent Story

Popular Story