બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Repeated 108 sirens in Ahmedabad: Increase in accidents

ઈમરજન્સી / અમદાવાદમાં વારંવાર 108ની સાયરન: અકસ્માતમાં થયો વધારો, રાજકોટ-વડોદરા સહિત અનેક જગ્યાએ લોકોને દોરી વાગી

Priyakant

Last Updated: 05:40 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઉત્તરાયણના દિવસે દોરી વાગવાના અલગ અલગ 29 બનાવો સામે આવ્યા, અમદાવાદમાં દોરી વાગવાના સૌથી વધુ 14 ઘટના સામે આવી

  • રાજ્યભરમાં ઉત્તરાયણના તહેવાર પર મેડિકલ ઈમરજન્સીના બનાવો વધ્યા 
  • 108ને બપોરે 12 વાગ્યા સુધી ઈમરજન્સીના અઢળક કોલ મળ્યા
  • દોરી વાગવાની અલગ અલગ 29 બનાવો સામે આવ્યા
  • વડોદરામાં યુવકનું દોરીથી ગળું કપાઈ જતાં મોત 

રાજ્યભરમાં ઉત્તરાયણના તહેવાર પર મેડિકલ ઈમરજન્સીના બનાવો પણ વધ્યા છે. વિગતો મુજબ આજે 108ને બપોરે 12 વાગ્યા સુધી ઈમરજન્સીના અઢળક કોલ મળ્યા હતા. જેમાં દોરી વાગવાના અલગ અલગ 29 બનાવો સામે આવ્યા છે. જોકે આ બનાવોમાં અમદાવાદમાં દોરી વાગવાના સૌથી વધુ 14 ઘટના સામે આવી છે. આ સાથે રોડ અકસ્માતના 170 બનાવોમાંથી અમદાવાદમાં સૌથી વધુ 26 બનાવ બન્યા છે. 

ગુજરાતમાં ઉત્તરાયણ ( મકરસંક્રાતિ ) ના તહેવારને લઈ ચારે તરફ પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે. એમાંય વળી હવામાન વિભાગે 15થી 20 કિ.મી પ્રતિ કલાકની પવનની ગતિની આગાહી કરી છે. ત્યારે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી સાથે ઉંધિયા માર્કેટમાં પણ લોકોનો વહેલી સવારથી ધસારો જોવા મળ્યો છે.

ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પડવાના બનાવો વધ્યા 
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે ઊંચાઈએથી પડી જવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. ધાબા પરથી પડી જવાને કારણે સર્જાયેલી ઈમરજન્સીના 73 બનાવો બનાયા છે. વિગતો મુજબ અમદાવાદમાં 16, સુરતમાં પડી જવાના 11 બનાવો સામે આવ્યા છે. આ સાથે શારીરિક ગંભીર ઈજાઓની રાજ્યભરમાં 33 ઘટનાઓ બની છે. 

મહીસાગરમાં પતંગની દોરીના કારણે અકસ્માત
મહીસાગરમાં પતંગની દોરીના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ બાલાસીનોર-અમદાવાદ હાઇવે પતંગની દોરીથી અકસ્માત સર્જાયો હતો. જેમાં દોરી ગળામાં ફસાઈ જતા 2 બાઇક સવાર ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈ બંને ગંભીર ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. વિગતો મુજબ અમદાવાદથી દાહોદ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે.  

રાજકોટમાં ચાઇનીઝ દોરીથી 2 વ્યક્તિને ઇજા તો વડોદરામાં યુવકનું ગળું કપાયું 
આજે ઉત્તરાયણના દિવસે રાજકોટમાં ચાઇનીઝ દોરીથી 2 વ્યક્તિને ઇજા પહોંચી છે. જેમાં બંને વ્યક્તિઓને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ વડોદરામાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. વિગતો મુજબ દોરી ગળાના ભાગે વાગતા યુવકનું મૃત્યુ થયું છે. આ યુવક દશરથ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. જોકે ઘટનાને પગલે સ્થાનિક તંત્રની ટીમ દોડતી થઈ છે. 

મોરવા હડફ અને દેવગઢબારિયામાં 2 યુવક દોરીથી ઇજાગ્રસ્ત
ઉત્તરાયણના દિવસે પતંગનો દોરી આવી જતાં વધુ બે બાઈક ચાલકો ઇજાગ્રસ્ત થયા છે. બાઇક ચાલકો પોતાના જીવ બચાવવા જતાં માર્ગ ઉપર પટકાયા હતા. જેમાં એક યુવક મોરવા હડફ તાલુકાના મોજરી ગામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ગળામાં પતંગની દોરી આવી જતા જ તેને સ્વ બચાવ માટે દોરો પકડવા જતા સ્ટીયરીંગ નો કાબુ ગુમાવ્યો હતો અને માર્ગ ઉપર પટકાતા પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પછી હતી. આ ઉપરાંત દેવગઢબારિયા ના મોટીઝરી પાસે બાઈક લઈને માર્ગ ઉપરથી પસાર થતા યુવકના ગળામાં અચાનક પતંગની દોરી આવી જતા તે પણ માર્ગ પર પટકાયો હતો. જેથી ઇજાઓ પહોંચતા ગોધરા સિવિલ  હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ