બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બાપ રે..., નાના ડબ્બા જેવાં રૂમનું ભાડું આટલું બધું! જે શરૂ થતાં જ ખતમ થઈ જાય છે, જુઓ વાયરલ Video
Last Updated: 09:19 AM, 12 February 2025
Bangalore Viral Video : હાલના સમયમાં રોજગારની શોધમાં લોકો પોતાનું ઘર છોડીને પૈસા કમાવવા માટે વિદેશ જાય છે. હવે તેઓ વિદેશ જતાની સાથે જ તેમના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવી પડે છે, પરંતુ વિદેશમાં અજાણ્યા લોકો તેમને લૂંટવામાં કોઈ કસર છોડતા નથી. ભાડાનો ઓરડો હોય કે ખાવા-પીવાની વસ્તુઓ... તેમને દરેક વસ્તુની ભારે કિંમત ચૂકવવી પડે છે. આપણા જ દેશના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ એવી છે કે, તે શહેરોમાં એક રૂમનું ભાડું લોકોના પગાર કરતાં વધુ છે.
ADVERTISEMENT
સિલિકોન સિટી બેંગલુરુ સહિત દેશના મોટા શહેરોમાં ભાડાના ઘરમાં રહેવું મોંઘુ થઈ ગયું છે. ઘરના ભાડા દર વર્ષે આસમાને પહોંચી રહ્યા છે. કિંમત એટલી ઊંચી છે કે, ઓછી આવક ધરાવતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ જશે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક BR રૂમ (એક બેડરૂમ અને એક બાલ્કની) નું ભાડું જાણીને તમને નવાઈ લાગશે.
Rent in bangaluru.25K
— The Exploited TaxPayer (@IndiaNewGen) February 11, 2025
1 bedroom, balcony.
90% of Indians earn less than 25K. pic.twitter.com/oRKgYDHrq2
ADVERTISEMENT
દર મહિને 25 હજાર રૂપિયા ભાડું
સોશિયલ મીડિયા પર એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાનો ફ્લેટ બતાવી રહ્યો છે. આ યુવાન એક રૂમ અને બાલ્કનીવાળા નાના ફ્લેટ માટે દર મહિને લગભગ 25,000 રૂપિયા ચૂકવી રહ્યો છે. હવે લોકો વિચારી રહ્યા છે કે સ્ટોર રૂમ કરતા પણ નાના આ ફ્લેટનું ભાડું આટલું મોંઘુ કેમ છે?
બાથરૂમ કરતાં નાનો ફ્લેટ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુવક પોતાનો ફ્લેટ બતાવે છે અને કહે છે કે, આ ફ્લેટમાં એક નાનો ઓરડો છે, જે બાથરૂમ કરતા પણ નાનો છે. તેની સાથે એક નાની બાલ્કની પણ છે. આ ફ્લેટનું માસિક ભાડું લગભગ 25,000 રૂપિયા છે. બેંગલુરુમાં ઘણા કામ કરતા છોકરાઓ અને છોકરીઓ આ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. બેંગલુરુમાં ઘણા એવા યુવાનો પણ કામ કરી રહ્યા છે જેમનો પગાર મહિને 40 થી 50 હજાર રૂપિયા છે. તેમાંથી તે 25 હજાર રૂપિયા ભાડા તરીકે ચૂકવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.