બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:40 PM, 12 February 2025
લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત હાલમા સારી છે. ચાલુ ડાયરામાં તબિયત બગડ્યાં બાદ માયાભાઈને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા, તેમની તબિયત સુધારા પર છે અને તેમના ચાહકો પણ ખબર અંતર પૂછવા આવી રહ્યાં છે આ ક્રમમાં માયાભાઈના ખાસ દોસ્તાર કીર્તિદાન ગઢવી, તાજેતરમાં લોક સાહિત્યકારમાંથી સંન્સાસ લેનાર ભીખુદાન ગઢવી અને ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા માયાભાઈની ખબર કાઢવા માટે કેડી હોસ્પિટલ પહોંચ્યાં હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
માયાભાઈએ હસીને વાતો કરી
કીર્તિદાન ગઢવી અને ભીખુદાન ગઢવીને જોઈને માયાભાઈ ખૂબ ખુશ જણાયાં હતા. તેઓ હસીને વાતો કરતાં જોવા મળ્યાં હતા.
છાતી દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનો સંદેશ, કહ્યું ચિંતા ન કરવો એકદમ રેડી#mayabhaiahir #heartattack #kadi #ahmedabad #reels #shorts #viralvideo #GujaratiNews #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 11, 2025
વીડિયો સોર્સ: jitu_bandhaniya pic.twitter.com/DVGZhcHu9R
શું બોલ્યાં ડોક્ટર તેજસ પટેલ
કડીનાં ઝુલાસણમાં ચાલુ ડાયરામાં માયાભાઈને હાર્ટ એટેક આવતાં તેમને કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. માયાભાઇ આહીરની તબિયતને લઈને ડૉક્ટર તેજસ પટેલે ખુલાસો કર્યો છે. ડોક્ટર તેજસ પટેલે કહ્યું કે, "માયાભાઇને રાત્રે લાવ્યા ત્યારે ખાસી ક્રિટિકલ હાર્ટ એટેક વાલી કન્ડિશન હતી અને લગભગ રાતના સાડાબાર એક વાગ્યે અમે તેમના પર એન્જોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ કર્યું અને જે બ્લોક હતો તે ક્લિયર થઈ ગયો છે અને અત્યારે તેમની તબિયતમાં ખૂબ જ સંતોષકારક સુધારો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.