બ્રેકિંગ ન્યુઝ
VTV / Renault initiative electric car 5 e tech will be launched soon
Anita Patani
Last Updated: 03:15 PM, 13 July 2021
ADVERTISEMENT
ઇલેક્ટ્રિક કાર ખરીદવા ઇચ્છતા લોકો માટે મહત્વના સમાચાર
ભારતમાં ઇંધણના ભાવવધારાથી ત્રસ્ત લોકો આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનો તરફ વળે એવી સંભાવનાઓ વધી રહી છે. બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનો માટે વર્તમાન સમયમાં કારની બેટરી અને કિંમત આ બે મોટી સમસ્યાઓ છે. એવા સમયે ફ્રાન્સની કાર કંપની રેનોએ મોટી જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
14 નવી કાર મોડલ સાથે મેદાનમાં ઉતરશે રેનો
ફાંસની કાર કંપની રેનોએ જાહેરાત કરી હતી કે તે આગામી સમયમાં 14 નવી કાર લોન્ચ કરવાની છે જે પૈકી 7 ઇલેક્ટ્રિક કાર રહેશે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી હતી કે આવનાર ભવિષ્યમાં તેઓનું લક્ષ્ય ઇલેક્ટ્રિક કાર તેમજ હાઇબ્રીડ કારની ટેકનોલોજીમાં નવા ફેરફારો કરી સસ્તી અને ગુણવત્તાસભર કાર બનાવવાનું રહેશે.
કેવી હશે નવી રેનો 5 ઇ-ટેક કાર?
રેનોની આ કારમાં 60 KWh ની બેટરી હશે જે 217 હૉર્સપાવર અને 300 ન્યુટન મીટર જેટલો ટોર્ક જનરેટ કરી શકશે. જેનાથી આ કાર માત્ર 8 સેકન્ડમાં જ 100 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સ્પીડ મેળવી શકશે.
કેવી હશે કારની ડિઝાઇન?રેનોની નવી 5 ઇ-ટેક કારની ડિઝાઇન વાસ્તવમાં ઓપ્ટિકલ આર્ટિસ્ટ વિક્ટર વાસરલીને આપવામાં આવી રહેલી શ્રદ્ધાંજલી છે. માટે આ કારની ડિઝાઇન વાસરલી 1972 થી પ્રેરિત હોવાની સંભાવના છે.
સંભવિત લોન્ચિંગની તારીખ
રેનોના સત્તાવાર નિવેદન મુજબ 5 ઇ-ટેક કાર 2023 માં લોંચ ઠવાનમી સંભાવના છે. જો કે આ પહેલા કારણે અનેક ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તદુપરાંત આ કારને મધ્યમવર્ગના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોવાથી તેની કિંમત પણ મહત્વનું પાસું પુરવાર થશે.
રેનોની આ કારની કિંમત અને એન્જિનને લગતી જાહેરાતો જોતાં કાર માર્કેટમાં ઉત્સુક્તાનો માહોલ છે. ત્યારે ભારત જેવા દેશના મધ્યમવર્ગને આ કાર લોકોને કેટલી પસંદ પડે છે એ જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.