ટિપ્સ /
બેકિંગ સોડામાં મિક્સ કરો આ 1 ચીજ, રસોઈના ડાઘવાળા ડબ્બા નવા જેવા ચમકશે
Team VTV01:01 PM, 13 Jan 20
| Updated: 02:41 PM, 13 Jan 20
જ્યારે તમે રસોઈમાં કામ કરો છો ત્યારે તમારા ગંદા હાથ રસોઈના અન્ય ડબ્બા કે બરણીઓ પર લાગે છે. જેના કારણે તેની પર ડાઘ જોવા મળે છે. આ સિવાય લંચબોક્સ કે ટિફિનના ડબ્બા પર પણ હળદર વગેરેના ડાઘ પડી જાય છે. જેના કારણે ડબ્બા ગંદા દેખાય છે. જો તમે આ સિમ્પલ ટિપ્સ અપનાવીને તેને સાફ કરો છો તો તે ઝડપથી સાફ થઈ જાય છે અને નવા જેવા ચમકે છે.
રસોઈના ડબ્બાને આ રીતે ચમકાવો
વિનેગર અને બેકિંગ સોડા કરશે તમારી મદદ
રસોઈના ડબ્બા નવા જેવા ચમકવા લાગશે
રસોઈના ડબ્બા કે બરણીઓને ચમકાવવા માટે આ છે સરળ સ્ટેપ્સ, તમે સરળતાથી કરો શકશો ફોલો.
સોથી પહેલાં તો ડબ્બાને ખાલી કરો અને તેને કપડાંથી સારી રીતે સાફ કરો. જેથી તેની પર લાગેલી માટી કે તેલ સાફ થઈ જાય. એક બાઉલમાં અડધો કપ વ્હાઈટ વિનેગર અને બેકિંગ સોડા મિકસ કરો. બંનેને સારી રીતે હલાવી લો. હવે તેને સાફ સ્પ્રે બોટલમાં ભરો. પછી તેમાં હૂંફાળું પાણી ભરીને સારી રીતે મિક્સ કરી હલાવો.
હવે સ્પ્રે બોટલથી ડાઘાવાળી જગ્યાઓએ સ્પ્રે કરો. તેને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ સ્ક્રબરની મદદથી તેને ઘસો. ડાઘ દૂર થઈ જશે. હવે તેને હૂંફાળા પાણીથી ધૂઓ. જો હજુ પણ ડાઘ દેખાય છે તો ફરીથી એકવાર આ પ્રક્રિયા કરો. ડાઘ ગાયબ થઈ જશે.
હવે જ્યારે તમે બરણી કે ડબ્બાને સાફ કરી લીધા છે તો તેને થોડી વાર પંખા નીચે સૂકવવા માટે રાખો. તેનાથી તમે રસોઈમાં રાખેલા ડબ્બા પરના ડાઘ સારી રીતે સાફ કરી શકો છો.