બોલિવૂડ / રેમો ડિસૂઝાએ સલમાનને ગણાવ્યો મસીહા, કહ્યું- મને હોસ્પિટલમાં ભરતી કરાતા ભાઈજાને તરત જ....

Remo DSouza opens up on why he calls Salman Khan as an angel

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને થોડાં સમય પહેલાં જ હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. તેની તબિયત લથડતાં તેના પરિવારની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ હવે રેમોની તબિયત પહેલાં કરતાં ઘણી જ સારી છે અને તેને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં રેમોએ જણાવ્યું કે, આવા કપરાં સમયમાં કઈ રીતે સલમાને તેની મદદ કરી. તેણે જણાવ્યું કે, ભલે તેની સલમાન સાથે વધુ વાતચીત નથી થતી પરંતુ આ મુશ્કેલ સમયમાં તેણે અમારી ખૂબ જ મદદ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ