બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઉનાળામાં હથેળી અને પગના તળિયાના પરસેવાથી પરેશાન છો? આ નુસખા સમસ્યાથી આપશે છુટકારો

ઘરેલું ઉપાય / ઉનાળામાં હથેળી અને પગના તળિયાના પરસેવાથી પરેશાન છો? આ નુસખા સમસ્યાથી આપશે છુટકારો

Last Updated: 01:36 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં દરેક લોકોને પરસેવો વળે છે. પરંતુ કેટલાક લોકોને હાથની હથેળી અને પગના તળિયામાં ખૂબ પરસેવો વળતો હોય છે. અને આ સમસ્યા સામાન્ય વાતાવરણમાં પણ જોવા મળે છે.

ઉનાળાની ગરમીમાં પરસેવો વળવો સામાન્ય બાબત છે. પરંતુ અમુક લોકોને હાથની હથેળી અને પગના તળિયામાં ખૂબ પરસેવો વળતો હોય છે. આ પ્રોબ્લેમ સામાન્ય વાતાવરણમાં પણ જોવા મળે છે. જેના કારણે તેમને કેટલીક મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે. વસ્તુઓ પકડવામાં પ્રોબ્લેમ આવે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઓ છો તો તેને દૂર કરવા ચાર ઉપાય અપનાવી શકો છો. તેનાથી તમને હાથની અને તળિયાના પરસેવાની સમસ્યાથી છુટકારો મળશે.

ફટકડી - હાથની હથેળી અને પગના તળિયામાં જો પરસેવો વળતો હોય તો ફટકડીના ઉપયોગથી તે સમસ્યામાંથી છુટકારો મળે છે. કેમ કે ફટકડીમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે. તે બેક્ટેરિયાને મારવાનું કામ પણ કરે છે. ફટકડીનો પાવડર બનાવી તેને માપના ગરમ પાણીમાં ભેળવીને તેમાં હાથ અને પગને 10-15 મિનિટ સુધી પલાળવા.

ચંદન - વર્ષોથી ચંદનનો ઉપયોગ ત્વચાની પ્રોબ્લેમને દૂર કરવા માટે થતો આવ્યો છે. આયુર્વેદમાં પણ ચંદન ઉલ્લેખ છે. ચંદનથી તમે હાથની અને પગના પરસેવાની સમસ્યામાં રાહત મેળવી શકો છો. જેમાં તમારે ચંદનના પાઉડરમાં ગુલાબજળ અને થોડું પાણી મિલાવી પેસ્ટ બનાવવી. પેસ્ટ થોડી ઘટ બનાવવી. બાદમાં તેને પગના તળિયા અને હથેળીમાં લગાવવી. આ પેસ્ટ સુકાઈ ગયા બાદ તેને ધોઈ નાખવું. આમ કરવાથી તમને જૂની સમસ્યામાં રાહત મળશે.

feet

ઠંડુ પાણી - હાથ અને પગને દિવસમાં 2-3 વખત ઠંડા પાણીમાં પલાળો છો તો તમને પરસેવાની સમસ્યામાંથી રાહત મળે છે. દિવસમાં 2-3 વખત 15-20 મિનિટ સુધી હાથ પગને ઠંડા પાણીમાં પલાળીને રાખવા. આ પાણીમાં તમે ગુલાબજળ અને મુલતાની માટી પણ એડ કરી શકો છો. તેનાથી બેક્ટેરિયા પણ દૂર થાય છે.

વધુ વાંચો: દાંતનું દર્દ હોય કે પછી પીળાશ કે પેઢાની સમસ્યા! બસ નાનકડું કામ કરશે દરેક પરેશાનીનું કામ તમામ

મીઠું - પગના તળિયા અને હથેળીમાં વળતા પરસેવાથી છુટકારો મેળવવા મીઠું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે એક ટબમાં માપનું ગરમ પાણી લો, તેમાં 6-7 ચમચી મીઠું નાખો. આ મીઠાવાળા પાણીમાં 15-20 મિનિટ સુધી હાથ અને પગ ડુબાડીને રાખો. આમ કરવાથી તમને પરસેવાની જૂની સમસ્યામાંથી રાહત મળશે.

Disclaimer: અહીં રજૂ કરેલી વિગતો વિવિધ મીડિયા રિપોર્ટ અને ઘરેલુ નુસ્ખા મુજબની છે. જેથી તમારે આ માહિતીનું અનુકરણ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.

સંકળાયેલા મુદ્દાઓ

Summer Problems Sweaty Palms Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ