બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Remedies for Maha Ashtami Income will increasing Try these 5 tricks on Mahashtami luck will change

ધર્મ / ખૂબ મહેનત બાદ પણ આવક ન વધતી હોય તો ચૈત્રી નવરાત્રીની આઠમે કરી લો આ 5 ઉપાય, બદલાઈ જશે તમારી કિસ્મત

Arohi

Last Updated: 03:24 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ખૂબ મહેનત કરતા હોવ પરંતુ તમારી આવકનો સ્ત્રોત નથી વધી રહ્યો તો 29 માર્ચે મહાઅષ્ટમી પર અમુક અચુક ઉપાય કરી શકો છો. આ ઉપાયોને કરવાથી ઘરમાં પૈસાની આવક વધશે.

  • ખૂબ મહેનત બાદ પણ નથી વધતી આવક? 
  • તો આઠમ પર અચુક કરો આ ઉપાયો 
  • ઘરમાં વધશે પૈસાની આવક 

ચૈત્રી નવરાત્રીમાં આઠમનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે માતા દુર્ગાના 8માં રૂપમાં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને મહા દુર્ગાષ્ટમી પણ કહેવામાં આવે છે. ઘણા શ્રદ્ધાળુઓ આ દિવસે કન્યાઓને ભોજન કરાવીને પોતાના નવરાત્રી વ્રતની ઉજવણી પણ કરે છે.

આ વખતે આઠમ 29 માર્ચએ ઉજવવામાં આવશે. કહેવાય છે કે આઠમના દિવસે અમુક ઉપાયો કરવાથી ગરીબી અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. આવો જાણીએ કે તે ઉપાયો કયા છે. 

મહાઅષ્ટમીના ચમત્કારી ઉપાય 
અષ્ટમી પર જરૂર કરાવો હવન 

સનાતન ઘર્મમાં નવરાત્રીના વ્રતોના પારણાનો કોઈ નિયમ નથી. જો તમે મહાઅષ્ટમીના દિવસે પારણા કરવા માંગો છો તો આ દિવસે હવન જરૂર કરાવો. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ખરાબ તાકાત ઘરમાંથી દૂર રહે છે. 

માતા દુર્ગાને અર્પિત કરો લવિંગ 
જે લોકો દેવામાં ડૂબી ગયા છે. તેમણે મહાષ્ટ્મીના દિવસે માતા દુર્ગાની પ્રતિમા પર 9 લવીંગ ચડાવો ત્યાર બાદ માતા કાળીના દર્શન કરી તેમની વિધિ વિધાનથી પૂજા કરો. એવું કરવાથી લીધેલું દેવું ધીરે ધીરે ઘટવા લાગે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.   

અષ્ટમી પર સંધિ પુજા કરવી શુભ 
મહાષ્ટમીના દિવસે સંધિ પૂજા કરવી શુભ માનવામાં આવે છે. માટે આ દિવસે સવારે, બપોરે અને સાંજના સમયમાં માતા ભગવતીની આરતી કરવી જોઈએ. જ્યારે સંઘિ આરતી રાત્રે અષ્ટમી તિથિ પુરી થવા અને નવમી તિથિના પ્રારંભમાં કરવામાં આવે છે. 

પતિ-પત્ની વચ્ચેના ઝગડાનો આવશે અંત 
જો પતિ-પત્નીની વચ્ચે મોટાભાગે ઝગડા થતા હોય તો અષ્ટમીનો ઉપયોગ તમારી મુશ્કેલી દૂર કરી શકે છે. માટે તેમણે મહાઅષ્ટમીની રાત્રે માતા દુર્ગાની પ્રતિમા પર 16 શણગારનો સામાન અર્પિત કરવો જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં મજબૂતી આવે છે. 

માતા દૂર્ગાના ચરણોમાં ચડાવો કમળ 
માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે મહાઅષ્ટમીની રાત્રે કમળના 8 ફૂલ માતા દુર્ગાના ચરણોમાં અર્પિત કરો. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિની બધી મનોકામના પુરી થઈ જાય છે. સાથે જ સારૂ સ્વાસ્થ્ય અને પરિવારની પ્રસિદ્ધિનો રસ્તો પણ ખુલે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Chaitra Navratri 2023 Luck Remedies mahashtami Chaitri Navratri 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ