બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વિધવા પેન્શન માટે પુન:લગ્નનું પ્રમાણપત્ર જરૂરી નહીં, ગંગા સ્વરૂપા બહેનોના હિતમાં સરકારનો નિર્ણય
Last Updated: 04:33 PM, 7 August 2024
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિધવા માતા -બહેનો માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ દર મહિને પેન્શન આપવામાં આવે છે. જે માટે વિધવા માતા-બહેનોએ ફરીથી લગ્ન નથી કર્યા તેવું પ્રમાણપત્ર આપવું પડે છે. આ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીઓમાં જવું પડતુ હોઇ રાજ્ય સરકાર દ્વારા 50 વર્ષથી વધુની વય ધરાવતા વિધવા માત-બહેનોને આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
માસિક રૂ. 1250નું પેન્શન દર મહિેને અપાય છે
ADVERTISEMENT
સરકારના પરિપત્રના એકાદ સપ્તાહમાં રાજ્યના સમાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાશે. જે બાદ વિધવા મહિલાઓને હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે નહી. હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક રૂ. 1250નું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ છે.
205 કરોડ જેટલી રકમ ચુકવવામાં આવે છે
ગુજરાત રાજ્યમાં આ યોજનાનો લાભ 15,66,204 મહિલાઓને મળે છે. અને દર મહિને આશરે 205 કરોડ જેટલી રકમ ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ એક વખત મળી ગયા પછી દર મહિને તેમના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. આ રકમ એક વર્ષ સુધી જે બાદ લાભાર્થીઓએ પુનલગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. આ પ્રમાણપત્ર દરવર્ષે જુલાઇ મહિનામાં રજૂ કરવાનું હોય છે.
જીલ્લાઓમાંથી લાભાર્થીઓની સંખ્યા
વધુ વાંચો : હવે UPI દ્વારા પણ મળશે સરળતાથી લોન, બેંકોએ બનાવ્યો લોન ઓફરનો જબરદસ્ત પ્લાન
રાજ્ય સરકારનું માનવું છે કે સામાન્યરીતે 50 વર્ષ પછી મોટાભાગની મહિલાઓ પુન:લગ્ન કરતી નથી. પચાસથી વધુ વર્ષની આયુ ધરાવતી મહિલાઓને પુન:લગ્ન કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે ધક્કા ખાવા પડે નહીં તેટલા માટે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગે પુન:લગ્ન કરવાના પ્રમાણપત્ર મેળવવામાંથી મુકિત આપવાનો નિર્ણય લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.