અહીંયા પ્રસાદ ખાતી મહિલાઓ સાથે થાય છે કંઇક એવું, જાણીને થઇ જશો હેરાન

By : krupamehta 01:19 PM, 04 November 2018 | Updated : 01:19 PM, 04 November 2018
ભારત દેશને દેવી દેવતાઓની ધરતી કહેવામાં આવે છે, જે કારણથી એને પૂજનીય માનવામાં આવે છે. અહીંયા દરેક ખૂણામાં ભગવાનનો અંશ છે. આજે અમે તમને એક એવા મંદિર માટે જણાવવા જઇ રહ્યા છીએ, અહીંયા ચઢાવવામાં લાલ ચુંદડી, સિંદુર અને હલવાની જગ્યાએ જાનવરોની ભેટથી માતાને ખુશ કરવામાં આવે છે. જાણો આ મંદિરથી જોડાયેલી બીજી કેટલીક રસપ્રદ વાતો. 

માતાના આ દ્વારને નિરઇ અથવા નિરાઇ માતાના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લાથી 12 કિલોમીટર દૂર એક પહાડ પર સ્થિત છે. આ શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. નિરઇ માતાને લગભગ 200 વર્ષથી પૂજવામાં આવે છે. આ મંદિરની સૌથી અજીબ વાત એ છે કે આ પરિસરના દરવાજા સવારે 4 થી 9 વાગ્યાની વચ્ચે માત્ર 5 કલાક જ ખુલ્લા રહે છે. એ દરમિયાન અહીંયા ભક્તોની ભીડ લાગેલી રહે છે. લોકો લાઇનોમાં ઊભા રહીને માતાના દર્શન કરે છે. 

મા નિરઇના આ પાવન દરબારમાં સિંદુર, શ્રૃંગાર, કુમકુમ, ગુલાલ ચઢાવવામાં આવતું નથી પરંતુ અહીંયા માતાને નારિયેળ અને અગરબત્તીથી માતાને ખુશ કરવામાં આવે છે. એની સાથે જ અહીંયા બકરાની બલી ચઢાવવામાં આવે છે. લોક માન્યતા અનુસાર આવું કરવાથી ભક્તોની મનોકામનો પૂર્ણ થાય છે. 

આ મંદિરની બીજી એક ચોંકાવનારી વાત છે કે અહીંયા ચૈત્ર મહિનામાં નવરાત્રીમાં 9 દિવસ જ્યોત સ્વયં પ્રજ્વલિત થાય છે. જણાવી દઇએ કે માતા રાણીની આ પ્રવિત્ર જ્યોત તેલ અને ઘી વગર ચાલે છે. આ નજારો જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને હેરાન રહી જાય છે. 

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મા ના દરબારમાં મહિલાઓ જઇ શકતી નથી. જી હાં નિરઇ માતાના આ મંદિરમાં મહિલાઓને જવા અને પૂજા પાઠ કરવું વર્જિત છે. એટલું નહીં મહિલાઓને અહીંનો પ્રસાદ ખાવાની પણ મંજૂરી નથી. માનવામાં આવે છે કે પ્રસાદ ખાવાની કંઇક અઘટિત ઘટના બનવાનો ડરે રહે છે. Recent Story

Popular Story