religious and scientific reasons behind wearing teeka on the day of wedding
રહસ્ય /
લગ્નનાં દિવસે શા માટે પહેરવામાં આવે છે માંગ ટીકો? ધાર્મિકની સાથે સાથે છુપાયેલ છે ચોંકાવનારું વૈજ્ઞાનિક રહસ્ય
Team VTV10:28 AM, 23 May 22
| Updated: 10:36 AM, 23 May 22
લગ્નનાં દિવસે ટીકો પહેરવા પાછળ ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક રહસ્યો પણ છુપાયેલા છે. જાણો આ રહસ્યો
હિંદુ ધર્મમાં ટીકાને અત્યંત મહત્વ આપવામાં આવે છે
ટીકો એ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ટીકો પહેરવાથી દૂર થાય છે
ટીકો - સૌભાગ્યની નિશાની
દુલ્હન લગ્નના દિવસે સોળ શ્રુંગાર કરે છે. આ દરમિયાન, બધા ઘરેણા સાથે તે ટીકો પણ પહેરે છે. મહિલાઓ દ્વારા પહેરાતા આ બધા ઘરેણાની પોતાની જ અલગ ખાસિયતો અને ફાયદાઓ છે. દરેક ઘરેણાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ખાસ મહત્વ હોય છે, જેમાં ટીકો પણ સામેલ છે. સેઠો પૂરવો, ટીકો પહેરવો એ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. આ ઉપરાંત, દુલ્હનની સુંદરતામાં પણ ઘણો વધારો થાય છે.
હિંદુ ધર્મમાં ટીકાને અત્યંત મહત્વ આપવામાં આવે છે
માથાની વચ્ચે જ ધારણ કરવામાં આવેલ ટીકો સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. એટલા માટે ભારતીય મહિલાઓ લગ્નના દિવસે કે ખાસ પ્રસંગો પર ટીકો પહેરે છે, કેમકે આ ટીકો પાથીથી લઈને કપાળની વચ્ચે તિલક લગાવવાના સ્થાન સુધી આવે છે. બધા હિંદુ દેવીઓ પણ ટીકો ધારણ કરે છે, પછી એ ધનની લક્ષ્મી હોય, રાક્ષસોનો વિનાશ કરનાર દેવી દુર્ગા હોય કે પછી વિદ્યાની દેવી માતા સરસ્વતી.
આ ઉપરાંત, માથાની વચ્ચે પહેરવામાં આવતા ટીકાને હિંદુ ધર્મમાં છઠ્ઠું ચક્ર માનવામાં આવે છે. આ ત્રીજી આંખ અને એ બિંદુ છે, જ્યાં શિવ શક્તિ મળીને 'અર્ધનારીશ્વર' બને છે. આ અડધી મહિલા અને અડધા પુરુષનું પ્રતિક છે. લગ્ન પણ સ્ત્રી અને પુરુષનું પવિત્ર બંધન છે.
ટીકો પહેરવાના વૈજ્ઞાનિક લાભ
ટીકો પહેરવાના અમુક સ્વાસ્થ્ય સંબંધી લાભ પણ છે. વિજ્ઞાને ઘણા રિસર્ચનાં માધ્યમથી આ સાબિત પણ કર્યું છે. વિજ્ઞાનની નજરોથી જોઈએ, તો ટીકો પહેરવાથી મહિલાઓને માનસિક તણાવ થતો નથી અને તેઓ ઘણા પ્રકારની માનસિક સમસ્યાઓથી દૂર રહે છે. સાથે જ તેમની નિર્ણય ક્ષમતા પણ સારી બને છે. આ ઉપરાંત, ટીકો શરીરનાં તાપમાનને પણ નિયંત્રિત કરે છે અને એટલા માટે અત્યંત ગરમ કે ઠંડા પ્રદેશમાં મહિલાઓ રોજ ટીકો પહેરે છે.