બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અપરા એકાદશીએ અવશ્ય કરવું જોઇએ આ ચીજોનું દાન, જીવન ખુશીઓથી છલકી ઉઠશે

photo-story

13 ફોટો ગેલેરી

આસ્થા / અપરા એકાદશીએ અવશ્ય કરવું જોઇએ આ ચીજોનું દાન, જીવન ખુશીઓથી છલકી ઉઠશે

Last Updated: 03:41 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અપરા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ વ્રત રાખવાથી ગંભીર પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને ધન સમૃદ્ધિ પણ વધે છે. આ દિવસે નીચે મુજબની વસ્તુઓ દાન કરવાનો પણ મહિમા છે.

1/13

photoStories-logo

1. અપરા એકાદશીનું મહત્વ

અપરા એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. 'અપરા' નો અર્થ 'અસીમ' અથવા ' અત્યધિક' થાય છે. અપરા એકાદશી ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ છે. આ એકાદશીને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિને અપાર પુણ્ય મળે છે અને તેના દરેક પાપોનો પણ નાશ થાય છે. આ એકાદશીનું મહત્વ યુધિષ્ઠિરને ખુદ ભગવાન કૃષ્ણએ જણાવ્યું હતું. અપરા એકાદશીનું વ્રત રાખવાથી બ્રહ્મહત્યા, ગૌહત્યા અને વ્યભિચાર જેવા ગંભીર પાપોમાંથી મુક્તિ મળે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિને અનેક યજ્ઞો, દાન અને પવિત્ર સ્થળોની મુલાકાત લેવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય મળે છે. તથા ધન - સમૃદ્ધિમાં વધારો થાય છે અને પૂર્વજોને પણ શાંતિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. તારીખ

કેલેન્ડર મુજબ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શુક્રવાર 23 મે ના રોજ સવારે 1:12 વાગ્યે શરૂ થશે અને 23 મે ના રોજ રાત્રે 10:00 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ મુજબ અપરા એકાદશીનો વ્રત ફક્ત 23 મેના રોજ જ રાખવામાં આવશે અને 24 મેના રોજ સૂર્યોદય બાદ ઉપવાસ તોડવામાં આવશે. આ દિવસે અહીંયા જણાવેલ વસ્તુઓનું દાન કરવુ જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. અન્ન

આ દિવસે અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તમારી ક્ષમતા મુજબ ચોખા, ઘઉં, કઠોળ અથવા અન્ય અનાજનું દાન કરી શકો છો. તેના કારણે ઘરમાં ક્યારેય અન્ન ખૂટતું નથી અને સમૃદ્ધિ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. વસ્ત્ર

કપડાંનું દાન કરવું પણ મહત્વનું છે. તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નવા કે જૂના સ્વચ્છ કપડાં દાન કરી શકો છો. તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. પૈસા

તમારી ક્ષમતા મુજબ પૈસાનું દાન કરવું પણ સારું માનવામાં આવે છે. આ દાન ગરીબ વ્યક્તિ, મંદિર કે કોઈપણ ધાર્મિક કાર્યમાં કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. જૂતા ચપ્પલ

ઉનાળાની ઋતુમાં જૂતા કે ચંપલનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. તેનાથી માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. પાણી

તરસ્યા લોકોને પાણી આપવું અથવા પાણીનો ઘડો દાન કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિર્જળા એકાદશી નજીક હોવાથી જળદાનનું વિશેષ મહત્વ છે. તમે માટલું કે ઘડો દાન કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. ફળો

ફળોનું દાન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને સકારાત્મક ઉર્જા મળે છે. તમે તમારી પસંદગીનું કોઈપણ ફળ દાન કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. ધાર્મિક પુસ્તકો

ધાર્મિક પુસ્તકોનું દાન કરવાથી જ્ઞાન ફેલાય છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ગોળ

ગોળનું દાન કરવાથી જીવનમાં મીઠાશ અને મધુરતા આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. ઘી

ઘીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. દાન કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

અપરા એકાદશીના દિવસે શ્રદ્ધા અને ભક્તિથી દાન કરવું જોઈએ તથા ગુપ્ત રીતે દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અપરા એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં ખુશીઓ જાળવી શકો છો. તેનાથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu Vrat Upavas Apara Ekadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ