બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સવારે ઉઠીને પાંચ વસ્તુઓ સામે ભૂલથી પણ ન જુઓ, વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ સંકેત

ધર્મ / સવારે ઉઠીને પાંચ વસ્તુઓ સામે ભૂલથી પણ ન જુઓ, વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ સંકેત

Last Updated: 11:53 PM, 21 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુમાં પણ અમુક એવી ચીજોનો ઉલ્લેખ છે કે જેને સવારે ઉઠતાં જ જોવી શુભ માનવામાં આવે છે. જોકે અમુક એવી ચીજો પણ છે જેને સવારે ઊઠતાવેત ન જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ચીજોને સવારે જોવાથી તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે.

સવારના સમયે સૌથી ખાસ હોય છે. કેમ કે સવારની શરૂઆત પર તમારો આખો દિવસ પર નિર્ભર છે. દરેક વ્યક્તિ હંમેશા એ વિચાર સાથે જાગે છે કે તેનો દિવસ શુભ અને સફળ રહે. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠતાં જ અમુક ચીજો જોવાથી આખો દિવસ સારો રહે છે. વાસ્તુમાં પણ અમુક એવી ચીજોનો ઉલ્લેખ છે કે જેને સવારે ઉઠતાં જ જોવી શુભ માનવામાં આવે છે. જોકે અમુક એવી ચીજો પણ છે જેને સવારે ઊઠતાવેત ન જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ચીજોને સવારે જોવાથી તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. તો ચાલો આવી ચીજો વિશે જાણીએ.  

morning_awakening_2

બંધ ઘડિયાળ

સવાર ઉઠતાં જ જો તમને બંધ ઘડિયાળ દેખાઈ જાય, તો આ શુભ સંકેત નથી માનવામાં આવતો. વાસ્તુ અનુસાર, સવાર ઉઠતાં જ બંધ ઘડિયાળ જોવાથી તમારા કામ અટકી શકે છે કે જીવનમાં અડચણો આવી શકે છે. એટલા માટે ક્યારેય રૂમમાં બંધ ઘડિયાળ ન રાખો અને જો કોઈ ઘડિયાળ બંધ થઈ ગઈ હોય, તો તેને જલ્દી રીપેર કરાવી લો કે પછી કાઢી નાખો.

સાવરણી અને કચરાપેટી

વાસ્તુ અનુસાર, સવારે ઉઠતાની સાથે જ સાવરણી અને કચરાપેટી જોવી અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી આર્થિક સમસ્યાઓ થઈ શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે. તેથી, સવારે ઉઠતાની સાથે જ તેમને એવી જગ્યાએ રાખો જ્યાં તેઓ દેખાતા ન હોય.

એઠાં વાસણો

સવારે ઉઠતા જ ક્યારેય એઠાં વાસણો ન જોવા જોઈએ. આનાથી ઘરમાં કંકાસ વધી શકે છે અને સ્વભાવ ચીડિયો થઈ શકે છે.  એટલા માટે શકે હોય તો રાત્રે બધા જ એઠાં વાસણો સાફ કરીને જ સુવું જોઈએ.

પોતાનો પડછાયો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર સવારમાં ઉઠીને પડછાયો જોવાનું પણ અશુભ માનવામાં આવે છે. પડછાયો જોવાથી દુર્ભાગ્ય બની જાય છે. પરછાયો જોવાથી આખો દિવસ તણાવ અને ચિંતામાં પસાર થાય છે.

વધુ વાંચો : દમણગંગા નદી કિનારે બિરાજમાન નિખિલેશ્વર મહાદેવ, ગુજરાતનું એકમાત્ર ઓમ આકારનું શિવ મંદિર

અરીસો

સવારે આંખ ખુલ્યા બાદ તરત જ અરીસો ન જોવો જોઈએ. પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું શુભ નહિ માનવામાં આવતું. આનાથી સ્વાસ્થ્ય પર ખોટી અસર પડી શકે છે અને દિવસભર આળસ રહી શકે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Tips for Home Vastu Tips Morning Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ