બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / તુલસી વિવાહના દિવસે ભૂલથી પણ આ કાર્યો ન કરતા, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે નારાજ

ધર્મ / તુલસી વિવાહના દિવસે ભૂલથી પણ આ કાર્યો ન કરતા, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે નારાજ

Last Updated: 09:15 AM, 9 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં તુલસીનો છોડ પૂજનીય છે. ધાર્મિક માન્યતા છે કે સાચા મનથી આ છોડની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે કારણ કે આ છોડમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે તુલસીની સેવા કરવી વ્યક્તિ માટે ફળદાયી સાબિત થાય છે.

પંચાંગ અનુસાર, કારતક મહિનામાં 12 નવેમ્બરે દેવઉઠી એકાદશી ઉજવવામાં આવશે. તેના પછીના દિવસે એટલે કે દ્વાદશી તિથિએ તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે તુલસી માતા અને શાલિગ્રામ જીના વિવાહ કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહના દિવસે અમુક કાર્યો કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેથી, આ દિવસે કેટલાક કાર્યો કરવાનું ટાળો. ચાલો જાણીએ કે તુલસી વિવાહના દિવસે શું કરવું અને શું ન કરવું.

tulsi-pooja.jpg

ક્યારે છે તુલસી વિવાહ?

પંચાંગ અનુસાર કારતક માસમાં એકાદશી 12 નવેમ્બરે છે. બીજા દિવસે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે. જો કે, કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 12 નવેમ્બરે સાંજે 04:04 કલાકે શરૂ થશે. જયારે 13 નવેમ્બરે બપોરે 01:01 કલાકે તિથિ ખતમ થશે. ઉદય તિથિની ગણતરી મુજબ તુલસી વિવાહ 13 નવેમ્બરે ઉજવવામાં આવશે.

તુલસી વિવાહના દિવસે શું કરવું

  • તુલસી વિવાહના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ.
  • સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવું જોઈએ.
  • શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને તુલસીની પૂજા કરો.
  • ભગવાનની પ્રિય વસ્તુઓ ધરાવો. પ્રસાદની થાળીમાં તુલસીના પાન સામેલ કરવા જોઈએ.
  • તુલસી માતાને સોળ શૃંગારની વસ્તુઓ અર્પણ કરો.
  • ગરીબ લોકોને દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
  • સવારે પૂજા કર્યા પછી દિવસ દરમિયાન સૂવું ન જોઈએ.
PROMOTIONAL 11

તુલસી વિવાહના દિવસે શું ન કરવું જોઈએ

  • તુલસી વિવાહના દિવસે તામસિક ભોજન ન કરવું.
  • આ દિવસે ઘરને ગંદુ ન રાખવું, કારણ કે ધનની દેવી લક્ષ્મીનો વાસ સ્વચ્છ જગ્યાએ હોય છે.
  • કોઈની સાથે વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કરશો નહીં.
  • વડીલો અને મહિલાઓનું અપમાન ન કરો.
  • આ સિવાય પૈસાનો બગાડ ન કરો.

આ પણ વાંચો: જલારામ બાપાના વિવિધ સ્વરૂપના કરો દર્શન! અનોખું છે પાલડીનું મંદિર, ભક્તિ સાથે સેવા

પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરો - તુલસી નામાષ્ટક મંત્ર

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।

एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Astha Dev Uthani Ekadashi Tulsi Vivah 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ