બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / રાહુના ગોચરથી બગડશે આ 3 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ! કરિયરને લઈને પણ રહેવું પડશે સાવધ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:46 PM, 15 May 2025
1/5
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ ગ્રહને ક્રૂર માનવામાં આવે છે. જ્યારે પણ રાહુ પોતાની ચાલ બદલે છે ત્યારે તેની સારી અને ખરાબ અસરો દરેક રાશિઓ પર થાય છે. 18 મેના રોજ રાહુ ગ્રહ મીન રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. રાહુનું આ ગોચર કેટલીક રાશિઓના આર્થિક અને કરિયરના ક્ષેત્ર પર ખરાબ અસર કરી શકે છે. રાહુના ગોચર દરમિયાન આ રાશિના જાતકોએ દરેક કામ કાળજીપૂર્વક કરવું પડશે. આ સિવાય અમુક ઉપાયો પણ તેમના માટે અસરકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે.
2/5
રાહુનું ગોચર આ રાશિમાં દસમા ભાવમાં થશે. આ ભાવ કરિયરને અસર કરે છે. આ ભાવમાં રાહુની હાજરીને કારણે તમારે કાર્યસ્થળમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કલિગ્સનું અસભ્ય વર્તન સમસ્યાઓ ઊભી કરશે. આ દરમિયાન તમે નોકરી બદલવાનું પણ વિચારી શકો છો, જોકે તમને આ તક સરળતાથી નહીં મળે. તમારે સખત મહેનત કરવી પડી શકે છે. તમારે નાણાકીય પાસાં પર પણ ધફોકસ કરવું પડશે. તમે કોઈપણ લોન ટ્રાન્ઝેક્શન્સ કરવાનું ટાળશો તો તમારા માટે સારું રહેશે. આવકમાં ઘટાડો થવાને કારણે તમારા જીવનસાથી સાથે દલીલો થઈ શકે છે. ઉપાય તરીકે તમારે શિવલિંગનો જળાભિષેક કરવો જોઈએ.
3/5
આ રાશિમાં રાહુ બીજા ભાવમાં ગોચર કરશે. આ ભાવને ધન અને પરિવારનો કારક માનવામાં આવે છે. આ સ્થિતિમાં રાહુની હાજરી નાણાકીય નુકસાન તરફ દોરી શકે છે અથવા ખોટા ખર્ચમાં વધારો કરી શકે છે. મનોરંજનની વસ્તુઓ પર તમે જરૂર કરતાં વધુ પૈસા ખર્ચ કરશો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. કાર્યસ્થળ પર બીજાના કામમાં દખલ કરવી તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે આથી તમારા પોતાના કામ પર ફોકસ કરો. પૈતૃક વ્યવસાય કરનારાઓને સખત મહેનત બાદ જ નફો મળશે. તમારા હેલ્થનું પણ ધ્યાન રાખવું કેમ કે આંખો સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વાણી પર પણ કંટ્રોલ કરો. રાહુ તમારી વાણીને કડવી બનાવી શકે છે. ઉપાય તરીકે જરૂરિયાતમંદોને તેમની જરૂરિયાતની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
4/5
રાહુનું ગોચર આ રાશિમાં બારમા ભાવમાં થશે. આ ભાવ નુકસાન સૂચવે છે. તેના કારણે કેટલાક લોકોને ન ઈચ્છતા હોવા છતાં પણ નોકરી છોડવી પડી શકે છે. વિદેશમાં અથવા વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકોને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. તમારા અથવા તમારા પરિવારના સભ્યોના ખરાબ હેલ્થને કારણે ખિસ્સા ખાલી થઈ શકે છે. વિવાહિત જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. ખોટી સંગતથી દૂર રહેવું નહીં તો બદનામી થવાની શક્યતા છે. ઉપાય તરીકે તમારે શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી