બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / હવે કિસ્મત બદલાતા વાર નહીં લાગે! જો તમારી પણ હશે આ રાશિ, કારણ શુક્રનો વૃષભમાં પ્રવેશ

જ્યોતિષ શાસ્ત્ર / હવે કિસ્મત બદલાતા વાર નહીં લાગે! જો તમારી પણ હશે આ રાશિ, કારણ શુક્રનો વૃષભમાં પ્રવેશ

Last Updated: 08:02 PM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૈત્યોના દેવતા કહેવાતા એવા શુક્ર દેવ આગામી 29 જૂનના રોજ રાશિ પરિવર્તન કરવાના છે. આ ગોચરથી ત્રણ રાશિના લોકોનું નસીબ ચકમવા લાગશે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શુક્ર ગ્રહને દૈત્યનો ગુરુ માનવામાં આવે છે. શુક્રને વૈભવ, ધન, વિલાસતા, ભૌતિક સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર ગ્રહની ગતિ બદલાય છે ત્યારે તેનો આ ક્ષેત્રો પર ખાસ પ્રભાવ પડે છે. શુક્ર 29 જૂને પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. જેમાં ત્રણ 3 રાશિઓ એવી છે જેમના માટે શુક્રનું ગોચર કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ શક્યતા ઉભી કરશે. ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

  • કન્યા
    કન્યા રાશિના લોકો માટે શુક્રના રાશિ પરિવર્તન સકારાત્મક સાબિત થઈ શકે છે. આ ગોચર તમારી રાશિબાં ભાગ્ય અને વિદેશ સ્થાનમાં થવાનું છે.  આ સમયે તમને તમારા કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે.  તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. તમારા કરિયરમાં પ્રગતિ માટે ઘણી નવી તકો મળી શકે છે. તમે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે.
app promo5
  • સિંહ
    શુક્રનું ગોચર તમારા માટે કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે. કેમ કે, આ ગોચર તમારી રાશિથી દસમા ભાવમાં થવાનું છે. આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળશે. તમને ઇચ્છિત નોકરી મળી શકે છે. તમને વ્યવસાયમાં મોટો નફો મળશે અને નોકરીમાં પ્રમોશન મળશે. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળશે જે તમારા કામને સરળ બનાવશે. વેપારી વર્ગ પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી શકે છે. તમારા પિતા સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે.

વધુ વાંચો : 12 વર્ષ પછી મિથુન રાશિમાં બની રહ્યો છે ત્રિગ્રહી યોગ, આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે

  • વૃષભ
    શુક્રનું ગોચર તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કેમ કે, શુક્ર ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવમાં ગોચર કરશે. આ સમયે વધુ લોકપ્રિય થશો. તમને માન-સન્માન પણ મળી શકે છે. પરિણીત લોકોનું વૈવાહિક જીવન સારું રહેશે. જે લોકો અપરિણીત છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. આ સિવાય મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા અને નવી યોજનાઓ બનાવવા માટે આ એક ઉત્તમ સમય સાબિત થશે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sukra Gochar Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ