બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:52 PM, 20 June 2025
વિજ્ઞાનના આ યુગમાં પણ, વૈદિક જ્યોતિષ, વાસ્તુ શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, હસ્તરેખા શાસ્ત્ર જેવા પ્રાચીન શાસ્ત્રોના સિદ્ધાંતોમાં લોકોની શ્રદ્ધા ઓછી થઈ નથી. વાસ્તુશાસ્ત્રને શાબ્દિક રીતે સાઈન્સ ઓફ આર્કીટેકચર કહેવામાં આવે છે. આ વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતની આર્કિટેક્ટ અને ડિઝાઇન સિદ્ધાંતો વિશે વ્યાપક જ્ઞાન પીરસે છે. તો ચાલો વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંત પાસેથી ખાસ માહિતી જાણીએ.
ADVERTISEMENT
લોકો પોતાના સપનાનું ઘર બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતોનું પાલન કરે છે. વાસ્તુ શાસ્ત્ર આર્કિટેક્ટ ડિઝાઇન, લેઆઉટ, માપન, જમીનની તૈયારી, અવકાશ વ્યવસ્થા અને અવકાશી ભૂમિતિના સિદ્ધાંતોનું વર્ણન કરે છે, જે એક પરંપરાગત હિન્દુ પ્રણાલી છે અને પ્રાચીન ગ્રંથો પર આધારિત છે.
ADVERTISEMENT
સીસીટીવી કેમેરા લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો?
આજના આધુનિક યુગમાં, લોકો પોતાની સુરક્ષા માટે પોતાના ઘરોમાં સીસીટીવી કેમેરા લગાવે છે. તેમાંથી મોટાભાગના લોકો જાણતા નથી કે ઘરની ખોટી દિશામાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તેમના બરબાદીનું કારણ બની શકે છે. ખોટી જગ્યાએ અને દિશામાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાને કારણે તમારી સમસ્યાઓ વધી શકે છે.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતોને વાસ્તુવિદ કહેવામાં આવે છે. તેઓ આ વિશે માહિતી આપે છે. આ અંગે વાસ્તુ નિષ્ણાંતએ જણાવ્યું હતું કે, 'મોટાભાગના ઘરોમાં જ્યાં કોઈપણ પ્રકારની સમસ્યા જોવા મળતી હતી, તેનું કારણ એ હતું કે પૂર્વ, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.' જેના કારણે લોકોની અનેક પ્રકારની સમસ્યાઓ વધી અને તેમને બીજી ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું અને આર્થિક નુકસાન પણ સહન કરવું પડ્યું.
ADVERTISEMENT
ઘરનો મુખ્ય દરવાજો ક્યાં હોવો જોઈએ તે જાણો છો?
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતોના મતે, ફક્ત સીસીટીવી કેમેરા જ નહીં, પરંતુ તેમના બાળકોના ફોટા કે ઘડિયાળો પણ આ દિશામાં ન લગાવવા જોઈએ. આ સાથે તેમણે જણાવ્યું કે જો ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં ન બને તો ઘરમાં મુશ્કેલીઓ આવે છે.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંતના મતે, જો તમારા ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર-પૂર્વ દિશામાં હોય, તો આવા ઘરોમાં હંમેશા આગ લાગવાનો ભય રહે છે. જો મુખ્ય દરવાજો દક્ષિણપૂર્વ દિશામાં બનેલો હોય, તો તે ઘરના બાળકો જૂઠું બોલવાનું શરૂ કરે છે, જે માતાપિતા માટે ખૂબ ચિંતાનું કારણ બની જાય છે.
આ સાથે, મુખ્ય દરવાજો દક્ષિણ પશ્ચિમમાં હોવાને કારણે ઘરમાં બાળકો સંબંધિત સમસ્યાઓ ઊભી થવા લાગે છે. આવા લોકોના નિઃસંતાન થવાની શક્યતા વધી જાય છે. આ સાથે, જો મુખ્ય દરવાજો ઉત્તર પશ્ચિમ દિશામાં હોય, તો આવા ઘરની સ્ત્રીઓ બહારના લોકોથી સરળતાથી પ્રભાવિત થાય છે. આવા ઘરોમાં રહેતા લોકો સામે ખોટા કોર્ટ કેસ થવાની સંભાવના વધારે છે.
ADVERTISEMENT
ખોટી દિશામાં રસોડું રાખવાથી સમસ્યાઓ વધી શકે છે.
વાસ્તુ નિષ્ણાંતના મતે, જો ઘરમાં રસોડું યોગ્ય દિશામાં હોય, તો આવા રસોડામાં રાંધેલું ભોજન પરિવારના સભ્યોને સ્વસ્થ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખે છે, પરંતુ તે સંપત્તિ અને સમૃદ્ધિનું કારક પણ છે. પરંતુ, જો રસોડું ભૂલથી ઉત્તર-પૂર્વ, પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનાવવામાં આવે છે, તો આવા ઘરોમાં ગરીબી તેમજ વિવાદો અને બીમારીઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો : ગરીબ બનતા વાર નહીં લાગે! દરરોજની આ નાની ભૂલો તમને બનાવી દેશે કંગાળ!
આ સાથે, વાસ્તુ નિષ્ણાતે જણાવ્યું કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જાણી જોઈને કે અજાણતાં ખોટી દિશામાં રાખેલી ઘડિયાળ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જો તમે દક્ષિણ કે પૂર્વ દિશામાં ગોળ ઘડિયાળ લગાવો છો, તો તમારું કામ બગડી શકે છે. કારણ કે વાસ્તુ અનુસાર, ગોળાકાર ઘડિયાળ આ દિશામાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જ્યારે જો ગોળ ઘડિયાળ ઉત્તર કે પશ્ચિમ દિશામાં મૂકવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.