બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ ઘરમાં આ જૂની ચીજવસ્તુઓ ન મૂકી રાખતા, નહીંતર દરિદ્રતા ઘર કરી જશે!

photo-story

7 ફોટો ગેલેરી

માન્યતા / ભૂલથી પણ ઘરમાં આ જૂની ચીજવસ્તુઓ ન મૂકી રાખતા, નહીંતર દરિદ્રતા ઘર કરી જશે!

Last Updated: 02:44 PM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખુબ મહત્વ છે. જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું ભંગ કરવામાં આવે તો જીવનમાં મુશ્કેલીઓ પેદા થાય છે. તમારા ઘરમાં જો નીચે જણાવેલ અમુક વસ્તુઓ પડી હોય તો તેને તાત્કાલિક દુર કરી દેવી જોઈએ.

1/7

photoStories-logo

1. વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં રાખેલી દરેક વસ્તુના શુભ અને અશુભ પ્રભાવ હોય છે. ઘરની દરેક વસ્તુમાંથી એક પ્રકારની ઉર્જા નીકળે છે. જેમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સમાવેશ થાય છે.વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ એવી છે જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જેમાં ઘરમાં રાખેલી કેટલીક જૂની વસ્તુઓ વાસ્તુ દોષનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે ઘરમાં રાખેલી કઈ વસ્તુઓ ઘરની ખુશીમાં બાધા બની જાય છે. જે વસ્તુને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. જૂના અખબારો

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં જૂના અખબારો ભેગાકરવા શુભ નથી માનવામાં આવતું. ઘરમાં રાખેલા જૂના અખબારો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. જૂના અખબારોના વાસ્તુ દોષ પરિવારમાં બિનજરૂરી તકરાર પેદા કરી શકે છે. આથી સમયસર ઘરમાંથી જૂના અખબારો બહાર કાઢી નાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. જૂના તાળા

ઘરમાં જૂના તાળા રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે તાળાઓ ઉપયોગમાં નથી અથવા તૂટેલા છે તેને તાત્કાલિક દૂર કરવા જોઈએ. બંધ પડેલા તાળાઓ તમારા નસીબને બંધ કરી શકે છે અને તમારી પ્રગતિનો માર્ગમાં બાધા પેદા કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બંધ ઘડિયાળ

ચાલતી ઘડિયાળ સમયનું ચક્ર દર્શાવે છે. જ્યારે, બંધ ઘડિયાળ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. બંધ ઘડિયાળો કામમાં અવરોધો ઊભી કરે છે. જો તમારા ઘરમાં કોઈ તૂટેલી ઘડિયાળો હોય તો તેને તાત્કાલિક રીપેર કરાવો. કેમ કે, બંધ ઘડિયાળો તમારા સારા સમયને આવવા દેતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. જૂના જૂતા અને ચંપલ

ઘરમાં જૂના જૂતા અને ચંપલ રાખવા ખૂબ જ અશુભ મનાય છે. ઘરમાં જૂના જૂતાની હાજરી જીવનમાં સંઘર્ષ દર્શાવે છે. શનિવારે તૂટેલા જૂતા અને ચંપલ ફેંકી દેવા જોઈએ. આમ કરવાથી શનિનો પ્રકોપ ઓછો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફાટેલા અને જૂના કપડાં

વાસ્તુ શાસ્ત્ર મુજબ, કપડાં ભાગ્ય સાથે જોડાયેલા છે. આ સ્થિતિમાં આપણે ક્યારેય ફાટેલા અને જૂના કપડાં ઘરમાં ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ફાટેલા અને જૂના કપડા કરિયર અને રોજગારમાં વારંવાર સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Ritual Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ