બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ આ 4 લોકોને વણમાંગી સલાહ આપવાનું કામ ન કરતા, જાણો શું કહે છે ચાણક્ય નીતિ

ચાણક્ય નીતિ / ભૂલથી પણ આ 4 લોકોને વણમાંગી સલાહ આપવાનું કામ ન કરતા, જાણો શું કહે છે ચાણક્ય નીતિ

Last Updated: 07:59 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં ચાણક્ય નીતિનું ખૂબ મહત્વ છે. તેમાં લાઇફના અનેક પાસાઓ વિશે સમજાવવામાં આવ્યું છે. ચાણક્ય નીતિમાં અમુક પ્રકારના લોકોને સલાહ અપનાવી મનાઈ કરવામાં આવી છે. અહીંયા તે વિશે જાણીશું.

જો લોકો તમારી પાસે સલાહ લે છે અને તમારી સલાહ લઈને મોટી સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવે, તો તેને તમારા વ્યક્તિત્વ અને તમારી સમજદારી કહેવાય. પરંતુ એ જરૂરી નથી કે દરેકને તમારી આ શાણપણ પસંદ હોય. ચાણક્ય નીતિ મુજબ કેટલાક લોકો એવા હોય છે જેમને ભૂલથી પણ સલાહ ન આપવી જોઈએ. જો તમે આ લોકોને સલાહ આપશો તો ભવિષ્યમાં તેઓ તમારા માટે સમસ્યાઓનું કારણ બનશે. ચાલો જાણીએ કે તે ચાર પ્રકારના લોકો કયા છે જેમને સલાહ ન આપવી જોઈએ.

  • લોભી લોકો
    જો તમારે ક્યારેય કોઈ લોભી વ્યક્તિને સલાહ આપવી પડે તો તેના વિશે સો વાર વિચારો કેમ કે લોભી વ્યક્તિને સલાહ આપવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કેમ કે આવા લોકો ફક્ત પોતાનો ફાયદો જ શોધે છે, ભલે તેનાથી બીજા કોઈને નુકસાન થાય. આવા લોકોથી દૂર રહો.


app promo5
  • શંકા કરનાર
    એવી વ્યક્તિને સલાહ ન આપો જેને દરેક બાબતમાં શંકા કરવાની આદત હોય. આવા લોકો તમારી સલાહને દખલગીરી તરીકે જોશે. અને તેના બદલે તમારા પર શંકા કરશે. આ લોકો તમને પોતાનો દુશ્મન માનવા લાગશે.
  • ખોટી સંગતવાળા લોકો
    જે લોકોની સંગત ખોટી હોય તેમને ક્યારેય સલાહ ન આપો. આવા લોકો તમારી સલાહ સાંભળશે પણ નહીં અને તમને ખોટા સાબિત કરવા માટે કોઈપણ હદ સુધી જશે.

વધુ વાંચો : તિજોરી થઈ જશે ખાલીખમ! ઘરમાં છુપાયેલી આ વસ્તુઓથી આવે છે કંગાળી

  • ઘમંડી લોકો
    ઘમંડી વ્યક્તિને ક્યારેય સલાહ ન આપો. આ લોકોને સાચા કે ખોટાની ચિંતા નથી હોતી, બલ્કે તેઓ કોઈની સલાહ માનીને પોતાને નીચા અનુભવે છે. આ લોકો પોતાનુ ઘમંડ જાળવી રાખવા માટે કંઈ પણ કરી શકે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hindu Sahastra Suggestions Chanakya Niti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ