બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જીવનમાં નહીં રહે પૈસાની કમી, યોગિની એકાદશી પર 5 વસ્તુઓનું કરો દાન

ધર્મ / જીવનમાં નહીં રહે પૈસાની કમી, યોગિની એકાદશી પર 5 વસ્તુઓનું કરો દાન

Last Updated: 08:56 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં યોગિની એકાદશીના વ્રતનું ખુબ મહત્વ છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસ જો તમે અમુક વસ્તુનું દાન કરો છો તો તમને અનેક ગણું પુણ્ય મળે છે.

હિન્દુ ધર્મમાં યોગિની એકાદશીના વ્રતને ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ એકાદશી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા પાપોનો જ નાશ થતો નથી પરંતુ બધી ઇચ્છાઓ પણ પૂર્ણ થાય છે. આ એકાદશી પર દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે યોગિની એકાદશી પર કરવામાં આવેલા દાનનું ફળ અનેક ગણું વધારે મળે છે. ચાલો જાણીએ કે આ દિવસે કયું દાન કરવું જોઈએ.

  • અન્ન દાન
    યોગિની એકાદશી પર અન્નદાન કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ગરીબો કે જરૂરિયાતમંદોને ચોખા, ઘઉં, કઠોળ વગેરે ખાદ્ય પદાર્થોનું દાન કરો. આમ કરવાથી ઘરમાં ક્યારેય અન્નની અછત નથી રહેતી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
  • વસ્ત્ર દાન
    આ દિવસે પીળા રંગના વસ્ત્રોનું દાન શુભ માનવામાં આવે છે, કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
app promo4
  • જળ દાન
    ઉનાળાની ઋતુમાં તરસ્યા લોકોને પાણી આપવું એ એક શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. તમે પાણી માટે વાસણોનું દાન પણ કરી શકો છો. તેનાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાંથી નાણાકીય અવરોધો દૂર કરે છે.
  • ધન દાન
    આ દિવસે તમારી ક્ષમતા મુજબ પૈસાનું દાન જરૂરથી કરો. એવું કહેવાય છે કે આમ કરવાથી દાન પૂર્ણ થાય છે અને તેનું ફળ અનેક ગણું વધારે મળે છે.
  • ગાયને ચારો આપવો
    જો શક્ય હોય તો આ દિવસે ગાયને લીલો ચારો અથવા ગોળ-ચણા ખવડાવો અથવા તેને ગૌશાળામાં દાન કરો. હિન્દુ ધર્મમાં ગાયની સેવાને સૌથી પુણ્યપૂર્ણ કામ માનવામાં આવે છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનની મુશ્કેલીઓનો અંત આવે છે.

વધુ વાંચો : આ 4 રાશિના જાતકોની કિસ્મતનો સિતારો ચમકાવશે શુક્ર પ્રવેશ, તમારી તો નથી ને!

  • દીપ દાન
    મંદિરમાં દીવો પ્રગટાવવા માટે તેલ કે ઘીનું દાન કરો. તે ઘરમાંથી ગરીબી દૂર કરવામાં મદદરૂપ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે મંદિરમાં દીવો પ્રગટાવવાથી દરેક મનોકામનાઓ પૂરું થાય છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu Yogini Ekadashi Donate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ