બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:14 PM, 11 August 2024
શિવભક્તો માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. આ મહિનામાં દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. સનાતન ધર્મમાં આ માસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેમજ આ સમય શિવની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણના સોમવારે મહાદેવની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જો તમે પણ દેવોના દેવ મહાદેવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો શ્રાવણના સોમવારે રાશિ પ્રમાણે ભગવાન શિવનો અભિષેક કરો. તેનાથી સાધકને તેના તમામ કાર્યોમાં સફળતા મળશે.
ADVERTISEMENT
રાશિ પ્રમાણે કરો ભગવાન શિવનો અભિષેક
ADVERTISEMENT
મેષ રાશિના જાતકોએ શ્રાવણના સોમવારે ભગવાન શિવને મધ અથવા ચંદન મિશ્રિત ગંગા જળથી અભિષેક કરવો જોઈએ.
જીવનમાં સુખ-શાંતિ મેળવવા માટે વૃષભ રાશિના જાતકોએ શ્રાવણના સોમવારે ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરવો જોઈએ.
મિથુન રાશિના જાતકોએ શ્રાવણના સોમવારે ગંગા જળમાં બેલપત્ર નાખીને મહાદેવ શિવનો અભિષેક કરવો જોઈએ.
કર્ક રાશિનાં જાતકોએ શ્રાવણના સોમવારે ભગવાન શિવનો શુદ્ધ ઘીનો અભિષેક કરવો જોઈએ.
સિંહ રાશિના જાતકોએ ઇચ્છિત વર પ્રાપ્ત કરવા માટે શ્રાવણના સોમવારે ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ.
શુભ ફળ મેળવવા માટે કન્યા રાશિના જાતકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં સોપારી અથવા દુર્વા નાખીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
આ પણ વાંચો: 230 દિવસ 3 જાતકોના! શનિ દેવ ખોબલે ખોબલે આપશે આશીર્વાદ, તિજોરી થશે છલોછલ
શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે તુલા રાશિના જાતકોએ શ્રાવણના સોમવારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.
વૃશ્ચિક રાશિના જાતકોએ શ્રાવણના સોમવારે ભગવાન શિવને ગંગાજળમાં મધ મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ.
ધન રાશિના જાતકોએ શ્રાવણના સોમવારે મહાદેવનો ગાયના કાચા દૂધથી અભિષેક કરવો જોઈએ.
મકર રાશિના જાતકોએ મહાદેવની કૃપા મેળવવા માટે શ્રાવણના સોમવારે ગંગા જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
કુંભ રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ભગવાન શિવને નારિયેળ જળથી અભિષેક કરવો જોઈએ.
લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે મીન રાશિના જાતકોએ ભગવાન શિવનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગણપતિ બાપ્પા મોરિયા / વિસર્જન માટે આજે કયો સમય શ્રેષ્ઠ છે, જાણો શુભ મુહૂર્ત અને વિસર્જન માટેના નિયમો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT