બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:55 PM, 15 April 2025
જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર થયાના થોડા કલાકો પછી, હવે છૂટક મોંઘવારીના આંકડા પણ બહાર આવી ગયા છે. ખાસ વાત એ છે કે છૂટક મોંઘવારી 67 મહિનામાં એટલે કે ઓગસ્ટ 2029 પછી સૌથી નીચા સ્તરે જોવા મળી છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, માર્ચમાં ભારતની છૂટક મોંઘવારી વાર્ષિક ધોરણે ઘટીને 3.34 ટકા થઇ છે. ફેબ્રુઆરીમાં, ખાદ્ય પદાર્થોના ભાવમાં નરમાઈને કારણે મોંઘવારી વાર્ષિક ધોરણે 3.61 ટકાના સાત મહિનાના નીચલા સ્તરે પહોંચી ગઇ છે. હવે દેશની મોંઘવારી 67 મહિનામાં તેના સૌથી નીચલા સ્તરે આવી ગઇ છે. જોકે, 3 થી 8 એપ્રિલ દરમિયાન 40 અર્થશાસ્ત્રીઓ વચ્ચે હાથ ધરાયેલા રોઇટર્સના મતદાનમાં માર્ચમાં મોંઘવારી 3.60 ટકાની આસપાસ રહેવાનો અંદાજ હતો. છૂટક મોંઘવારી માત્ર ભારતીય રિઝર્વ બેંકના 2-6 ટકાના ટોલરેન્સ બેન્ડમાં જ નથી, પરંતુ તે 4 ટકાથી નીચે પણ જોવા મળે છે. આ સતત બીજો મહિનો છે જ્યારે મોંઘવારી સામાન્ય રહીં છે,
ADVERTISEMENT
વધુ વાંચો: આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, કેટલો પડશે વરસાદ? આવી ગઈ IMDની પહેલી મોટી આગાહી
મોંઘવારી અંગે RBIનો મત
ADVERTISEMENT
RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે મોંઘવારી નીચે તરફ જઈ રહી છે, જેને ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાથી ટેકો મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 26 માં મોંઘવારી વધુ ઘટવાની અપેક્ષા છે, જે ખર્ચના દબાણનો સામનો કરી રહેલા પરિવારોને રાહત આપશે. જોકે, કેન્દ્રીય બેંકે ચેતવણી આપી હતી કે તે વૈશ્વિક અનિશ્ચિતતાઓ પ્રત્યે સભાન રહે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ તેમની "પારસ્પરિક ટેરિફ" ટેરિફ યોજના લાગુ કરી, જેમાં ઘણા દેશો પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા. ભારતે તેના તમામ માલ પર 26 ટકા આયાત જકાતનો સામનો કરવો પડ્યો. જોકે રાષ્ટ્રપતિએ ત્યારથી ચીન સિવાયના તમામ દેશો પરના ઊંચા દરોને 90 દિવસ માટે સ્થગિત કરી દીધા છે, જે 9 એપ્રિલથી અમલમાં આવ્યા હતા, 10 ટકા બેઝ રેટ યથાવત રહેશે, સાથે અલગથી 25 ટકા ઓટો ટેરિફ પણ લાગુ કરવામાં આવશે
મોંઘવારી 4 ટકા પર રહી શકે છે
મલ્હોત્રાએ કહ્યું હતું કે મોંઘવારીને કારણે, જ્યારે ખાદ્યપદાર્થોના ભાવમાં અપેક્ષા કરતાં વધુ ઘટાડાથી અમને રાહત મળી છે, ત્યારે અમે વૈશ્વિક અનિશ્ચિતતા અને હવામાન સંબંધિત વિક્ષેપોના સંભવિત જોખમોથી વાકેફ છીએ. યુએસ ટેરિફ વધારા સહિત વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં, MPC એ નાણાકીય વર્ષ 2025-26 માટે મોંઘવારીનો અંદાજ ઘટાડીને 4 ટકા કર્યો છે, જે ફેબ્રુઆરીની બેઠકમાં અંદાજવામાં આવેલા 4.2 ટકા કરતા થોડો ઓછો છે. નાણાકીય વર્ષ 26 માટે, RBI ને અપેક્ષા છે કે મોંઘવારી પ્રથમ ક્વાર્ટરમાં 3.6 ટકા, બીજામાં 3.9 ટકા, ત્રીજામાં 3.8 ટકા અને છેલ્લા ક્વાર્ટરમાં 4.4 ટકા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.