બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 03:58 PM, 13 August 2022
ADVERTISEMENT
ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે દેશમાં ઘણી યોજનાઓ ચાલી રહી છે. દેશમાં દર વર્ષે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તાના રૂપમાં 2-2 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
12 મો હપ્તો
પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 11 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સરકાર ટૂંક સમયમાં 12માં હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં નાખી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 2 હજાર રૂપિયાનો હપ્તો મોકલાવવામાં આવ્યો હતો. આ યોજના મુજબ એક વર્ષમાં ત્રણ વખત ચાર-ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં બે-બે હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે. જે ખેડૂતોએ કેવાયસી કરવી લીધું છે એમને જલ્દી જ 12 મો હપ્તો પણ મળી રહેશે.
છેલ્લી તારીખ નીકળી ગઈ
સરકારે પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે કેવાયસી ફરજિયાત કરી દીધું છે. તેથી જે ખેડૂતોએ 31 જુલાઈ પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પોતાનું ઈ-કેવાયસી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને 12મા હપ્તાનો લાભ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે હવે સરકારે ઇ-કેવાયસી કરાવવાની તારીખમાં વધારો કર્યો છે. તો જે લોકોએ જુલાઇ મહિનામાં ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂરી નથી કરી તેની પાસે હજુ થોડો સમય છે.
સરકારે નવી તારીખની જાહેરાત કરી
સરકારે ફરી એક વખત પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે કેવાયસી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. 31 જુલાઇ 2022 સુધીની એ તારીખ હવે 31 ઓગસ્ટ સુધી લંબાવાઇ છે. જો તમે હજુ સુધી ઇ-કેવાયસી નથી કરાવ્યું તો હવે તમે 31 જુલાઇ સુધી કરાવી શકો છો.
કેવી રીતે કરાવવું e-KYC
આપને જણાવી દઈએ કે, e-KYC વગર આપનો હપ્તો અટકાઈ જશે.
આધાર આધારિત ઓટીપી વેરિફિકેશન માટે કિસાન કોર્નરમાં ઈકેવાઈસી વિકલ્પ પર ક્લિક કરો
બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકના સીએસસસી કેન્દ્રમાં સંપર્ક કરો
આપ તેને ઘરે બેઠા જ પોતાના મોબાઈલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી તેને પુરુ કરી શકશો.
તેના માટે સૌથી પહેલા આપ https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ
ડાબી બાજૂ પર આપને આવા પ્રકારના ટેબ્સ મળશે. સૌથી ઉપર e-KYC લખેલું મળશે. તેના પર ક્લિક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.