બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:20 PM, 14 February 2025
ભારતના જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં તે 2.31 ટકા હતો. ડિસેમ્બરમાં આ દર 2.37 ટકા હતો. જાન્યુઆરીમાં ભારતનો છૂટક ફુગાવો પણ પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે.
ADVERTISEMENT
ભારતમાં ફુગાવો એક ગંભીર મુદ્દો છે. આ અંગે એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં તે 2.31 ટકા હતો. ડિસેમ્બરમાં આ દર 2.37 ટકા હતો. જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો ફુગાવાનો દર 6.02 ટકાથી ઘટીને 4.69 ટકા થયો છે. તે જ સમયે ઇંધણ અને વીજળીના જથ્થાબંધ ભાવમાં ડિસેમ્બરમાં 3.79 ટકાનો ઘટાડો થયો હતો તેની સરખામણીમાં 2.78 ટકાનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
આંકડાઓ પર એક નજર...
છેલ્લા મહિનામાં મૈન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના ભાવમાં 2.51 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં તે 2.14 ટકા હતો. જાન્યુઆરીમાં જથ્થાબંધ ખાદ્ય ફુગાવો ઘટીને 7.47 ટકા થયો, જે ડિસેમ્બરમાં 8.89 ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર ફુગાવામાં ઘટાડો ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, ઉત્પાદન, બિન-ખાદ્ય વસ્તુઓ અને કપડાંના ભાવમાં વધારાને કારણે થયો હતો.
આરબીઆઇનો અંદાજ શું છે?
જાન્યુઆરીમાં ભારતનો છૂટક ફુગાવો પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. વાર્ષિક છૂટક ફુગાવો 4.31 ટકા રહ્યો. નિષ્ણાતોનો અંદાજ 4.6 ટકાથી નીચે હતો અને ગયા મહિનાના 5.22 ટકા કરતાં પણ ઓછો હતો. ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવાનો દર 8.39 ટકાથી ઘટીને 6.02 ટકા થયો. આરબીઆઈનો અંદાજ છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ફુગાવો 4.8 ટકા રહેશે અને આગામી નાણાકીય વર્ષમાં તે ઘટીને 4.2 ટકા થઈ શકે છે. સેન્ટ્રલ બેંકનો ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા છે. આમાં ઉપર અને નીચે 2 ટકાનો તફાવત છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં સતત આઠમાં દિવસે મંદીનો માહોલ, સેન્સેક્સ 203 પોઈન્ટ તૂટ્યો
રેપો રેટમાં ફેરફાર થયો હતો
જાન્યુઆરીમાં કોર ફુગાવો વધીને 3.7 ટકા થયો જે ડિસેમ્બરમાં 3.6 ટકા હતો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે કેન્દ્રીય બેંક ફુગાવા પર ધ્યાન આપી રહી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રૂપિયાના ઘટાડાની અસર સ્થાનિક ભાવો પર પણ દેખાશે. ગયા અઠવાડિયે RBI એ MPC હેઠળ 25 બેસિસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરી હતી. આ સાથે રેપો રેટ 6.25 ટકા થઈ ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.