શિયાળો / રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટશે, હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વ તરફથી પવનો વહી રહ્યા છે. જેના કારણે ઠંડીમાં ચમકરો જોવા મળી રહ્યો છે. જોકે 18 ડિસેમ્બરથી પવનની દિશા બદલાશે જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટશે. અને બેથી ત્રણ દિવસ માટે ઠંડીમાં આંશિક રાહત મળશે.. હવામાન વિભાગનું માનીએ તો આજે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નલિયા 8.8 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું હતું. તો ડીસામાં પણ 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ