રાહત / RBI એ બદલ્યો સૌથી મોટો નિયમ: હવે બેંકમાં આ કામ માટે નહીં જવું પડે

Relief for financial firms as RBI allows video KYC

હવે બેંકો વીડિયો દ્વારા તેમના ગ્રાહકોના કેવાયસી (નો યોર કસ્ટમર) કરી શકશે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ માસ્ટર કેવાયસી માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. એટલે કે, કેવાયસી પ્રક્રિયા હવે મોબાઈલ વીડિયો વાતચીત કરીને પણ થઈ શકશે. કેન્દ્રીય બેંક દ્વારા રેગ્યુલેટ બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી), વોલેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને અન્ય ફાઇનાન્સિયલ સર્વિસ કંપનીઓ માટે આ મોટી રાહત છે. દૂરના વિસ્તારોમાં રહેતા ગ્રાહકોને હવે કેવાયસીમાં સરળતા રહેશે અને ખર્ચ પણ ઘટશે. આ સિવાય કેન્દ્રીય બેંકે આધાર અને અન્ય ઈ-દસ્તાવેજો દ્વારા ઈ-કેવાયસી અને ડિજિટલ કેવાયસીની સુવિધા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ