Nisarga Cyclone / રાહત કમિશનરે કહ્યું- નિસર્ગ વાવાઝોડાની ગુજરાત પર બહુ મોટી અસર નહીં થાય, પરંતુ આગામી 34 કલાક...

Relief Commissioner Harshad Patel press conference cyclone Nisarga Effect Gujarat

મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું છે. નિસર્ગ વાવાઝોડાના કારણે તેજ પવન સાથે વરસાદ થઇ ગયો છે. ત્યારે વરસાદના કારણે અલીબાગમાં અને રત્નાગીરીમાં તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. જેને કારણે કેટલાક ઘરના છાપરા ઉડી ગયા તો કેટલીક જગ્યાઓ પરવ વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે નિસર્ગ વાવાઝોડાની અસરો ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. નિસર્ગની અસરને લઈને ગુજરાતની વહીવટી તંત્રની બાજ નજર છે. નિસર્ગ વાવાઝોડાને લઇને ગુજરાતના રાહત કમિશનર હર્ષદ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાત પર બહુ મોટી અસર નહીં થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ