reliane jio to broadcast live from char dham temples soon know
દર્શન /
હવેથી ઘરે બેઠા જોઇ શકશો ચાર ધામ મંદિરોની આરતી, Jio જલ્દી શરૂ કરશે આ સુવિધા
Team VTV10:49 PM, 27 Feb 20
| Updated: 10:30 AM, 28 Feb 20
રિલાયન્સ જિયો, જલ્દી ઉત્તરાખંડમાં સ્થિત ચારધામ સહિત ઘણા પ્રમુખ મંદિરોમાં થનારી આરતીની લાઇવસ્ટ્રીમિંગ કરશે. એનાથી ખાસ કરીને એ શ્રદ્ધાળુઓને ફાયદો થશે જે કોઇ કરાણોસર ચાર ધામોની યાત્રા કરી શકતા નથી.
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયનસ જિયો ટૂંક સમયમાં ઘરે બેઠા ચાર ધામના દર્શન કરાવશે.
આ કામથી એવા શ્રદ્ધાળુંઓને ફાયદો થશે જેઓ આ સ્થળોની યાત્રા નથી કરી શકતા. એટલા માટે જીયો ટૂંક સમયમાં એક ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરીને તેને ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવશે. જેનાથી બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યુમનોત્રી સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરી શકાશે.
ચારધામ યાત્રાની થશે લાઈવ સ્ટ્રીમિંગ ઉત્તરાખંડમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે પરંતુ લાખો અન્ય લોકો એવા પણ છે જે સંપૂર્ણ શ્રદ્ધા હોવા છતાં પણ કોઈ કારણસર અહીં આવી શકતા નથી. આવા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર જિયોના સહયોગથી ઓનલાઈ વ્યવસ્થા કરવા જઈ રહી છે.
વર્ષ 2018માં ઉત્તરાખંડ ઈન્વેસ્ટર્સ સમિટથી પહેલા મુંબઈમાં આયોજિત રોડ શો દરમિયાન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત સાથે મુલાકત કરી હતી. મુલાકત દરમિયાન ડિજિટલ ઉત્તરાખંડ માટે નેટ કનેક્ટીવિટીમાં સહોયગનો પ્રસ્તાવ આપ્યો હતો.
રિલાયન્સ જિયોના ફાઈબર કનેક્ટિવિટી ઉપર કામ કર્યા જ્યાં લગભગ 89 ટકા કામ કરવાાં આવ્યું છે. આ માટે મુખ્યમંત્રી રાવતે આભાર વ્યક્ત કરા કહ્યું હતું કે, ચાર ધામ અને બીજા પ્રમુખ મંદિરોમા લાઈવ દર્શનથી દુનિયાભરમાં લોકો ઉત્તરાખંડની આધ્યાત્મિક્તાથી પરિચિત થશે. શારીરિક અસ્વસ્થતા અને અન્ય બીજા કારણોથી અસમર્થ શ્રદ્ધાળુ ચારધામના દર્શનનો લાભ લઈ શકશે.