ફ્લિપકાર્ટ અને એમેઝોનને ટૂંક સમયમાં મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ તરફથી ટૂંક સમયમાં ટક્કર મળી શકે છે. ઇન્ડસ્ટ્રીના સીનિયર એક્ઝિક્યૂટિવે જણાવ્યુ કે દેશની સૌથી મોટી બ્રિક એન્ડ મોર્ટાર રિટેલ ચેન રિલાયન્સ રિટેલે સ્માર્ટફોન ટેલિવિઝન રેફ્રિજેરેટર અને એર-કંડીશનર્સની ઑનલાઇન સેલ્સ માટે પોતાન ઇ-કોર્મસ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે.
આ ઇ-કોર્મસ પ્લેટફોર્મ રિલાયન્સ ડિજિટલનું ઑનલાઇન વર્ઝન હશે જે દેશની સૌથી મોટું ઇલેક્ટ્રોનિક રેટલર છે. સ્માર્ટફોન્સ અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના દેશના ઇ-કોમર્સ માર્કેટમાં સૌથી વધારે હિસ્સો છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓનો બિઝનેસનો લગભગ 55-60% ભાગ આ બંને કેટેગરીમાં આવે છે. રિલાયન્સ આવનારા ફેસ્ટિવ સિઝનમાં સ્માર્ટફોન ટેલિવિઝન અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની ઑનલાઇન સેલ્સની સૌથી મોટું માર્કેટ કરવાની તૈયારીમાં છે.
આ માટે કંપની કૉમ્પિટીટીવ પ્રાઇસ અને ઇ-કોમર્સની બંને મોટી કંપનીથી મળતી ડિલ્સ ઑફર કરશે. એક ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યૂટિવે જણાવ્યુ કે રિલાયન્સ બીજી ઑનલાઇન કંપનીઓની જેમ સમય-સમય પર કેટલીક પૉડ્ક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરશે જેમાં કેટલાક એક્સક્લૂસિવ મૉડલ અથવા જૂના મૉડલો પર સાથે જ કંપનીએ બાકી પ્રોડક્ટ્સને રિલાયન્સ ડિજિટલના ઑનલાઇન સ્ટોર્સની કિંમત બરાબર વેચશે.
તેમણે આગળ જણાવ્યુ કે રિલાયન્સ ડિજિટલે પોતાના ઑફલાઇન સ્ટોર્સ માટે ખૂબ જ આકર્ષિત કિંમત રાખી હતી જે સમયે માર્કેટમાં સૌથી ઓછી હતી. આ સાથે જ LG Samsung Sony Xiaomi જેવી મોટી બ્રાન્ડ્સ હવે ઑનલાઇન ડિસ્કાઉન્ટ પોતે જ કંટ્રોલ કરી રહ્યા છે. એવામાં એમેઝોન અને ફ્લિપકાર્ટની કિંમતના મામલામાં ઘણી પડકારનો સામનો કરવો પડશે.
આ સિવાય કંપની પોતાની ઇન- હાઉસ સર્વિસ વિંગ રેસ્ક્યૂના મદદથી પોતે બીજી ઑનલાઇન કંપનીઓની સરખામણીથી અલગ દેખાડવાનો પ્રયત્ન કરશે. રેસ્ક્યૂ વિંગ પ્રોડક્ટ્સના ઇન્સ્ટૉલેશન ડેમો અન આફ્ટર સેલ્સ સર્વિસથી જોડાયેલા કામો જોવે છે. ઑનલાઇન ઓર્ડર માટે રિલાયન્સ ડિજિટલ અને નાના જિયો સ્ટોર્સ ફૂલફિલમેન્ટ સેન્ટર્સની ભૂમિકા ભજવશે.
રિલાયન્સ લગભગ એક વર્ષ પહેલા પોતાના એમ્પોલીઝ માટે મોબાઇલ ફોન અને કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સની ઑનલાઇન વેચાણ શરૂ કર્યુ હતુ. એક્ઝક્યૂટિવે જણાવ્યુ કે ''એક પ્લેટફોર્મની મદદથી કમર્શિયલ ઑપરેશન હવે દેશમાં લોન્ચ કરી દેવામાં આવે છે. જોકે આ પ્લેટફોર્મ રિલાયન્સ ડિજિટલનું એક ફૉર્મ વિસ્તાર છે પરંતુ કંપની હવે ઑનલાઇન ઑપરેશનના સફળ બનાવવા માટે અલગથી પ્રયાસ કરશે.''