રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સસ્તા 5G સ્માર્ટફોન બહાર પાડવાની બીજી મોટી જાહેરાત કરી છે.
દેશના ઘણા મેટ્રો શહેરોમાં દિવાળીએ શરુ થશે જિઓ 5G સર્વિસ
રિલાયન્સ સસ્તા 5G સ્માર્ટફોન પણ બનાવશે
AGMમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની જાહેરાત
સોમવારે રિલાયન્સની 45મી સામાન્ય વાર્ષિક સભા મળી હતી જેમાં રિલાયન્સ ઈન્ડ.ના ચેરમેન મુકેશ અંબાણીએ દિવાળી સુધીમાં દેશના ઘણા મેટ્રો શહેરોમાં જિઓ 5G સર્વિસ લોન્ચ કરવાની જાહેરાતની સાથે સાથે દેશમાં સસ્તા 5G સ્માર્ટફોન બહાર પાડવાની પણ વાત કરી છે. મુકેશ અંબાણીની આ જાહેરાત બાદ આગામી થોડા સમયમાં દેશમાં સસ્તા 5G સ્માર્ટફોન મળતા થઈ જશે.
Working with Google to develop ultra-affordable 5G smartphone, says Mukesh Ambani at Reliance Industries' 45th AGM
ગૂગલ અને ક્વાલકોમ સાથે મળીને બનાવીશું સસ્તા સ્માર્ટફોન
એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે સસ્તા 5G smartphone ફોન બનાવવા માટે અમે ગૂગલ અને ક્વાલકોમ સાથે મળીને કામ કરી રહ્યાં છે.
જિયોફોન 5જીના સંભવિત સ્પેસિફિકેશન્સ
જિયોફોન 5જીમાં કંપની ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 પ્રોસેસરનો ઉપયોગ કરી શકે છે. તેમાં 4 જીબી સુધીની રેમ અને 32 જીબી સુધીની ઇન્ટરનલ મેમરી આપી શકાય છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે 2જીબી રેમ વેરિયન્ટવાળા ફોનને પણ લોન્ચ કરી શકાય છે.જિયોફોન 5જીમાં 6.5 ઇંચની એચડી + આઇપીએસ એલસીડી સ્ક્રીન આપી શકાય છે. આ ફોનના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ પણ આપી શકાય છે. તેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો હોઈ શકે છે. આ સાથે 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપી શકાય છે.
આ સસ્તો ફોન કંપનીના પ્રગતિ ઓએસ પર કામ કરી શકે છે. જિયોફોન નેક્સ્ટમાં પણ આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Reliance to partner Qualcomm to develop 5G solutions, says Mukesh Ambani at RIL's 45th AGM
જિયોફોન 5જી વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 12,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. આ સ્માર્ટફોન રિલાયન્સની એન્યુઅલ જનરલ મીટિંગમાં રજૂ કરી શકાય છે. જો કે આ વર્ષે દિવાળી દરમિયાન તેને રજૂ કરી શકાય છે.