રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ માહિતી આપી છે કે રિલાયન્સ રિટેલમાં અબુધાબીના સરકારી ફંડ મુબાદલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ 6,247.50 કરોડનું રોકાણ કરીને 1.4% હિસ્સો લીધો છે.
આ રોકાણ 4.29 લાખ કરોડની પ્રી-ઇક્વિટી વેલ્યુ પર કરવામાં આવ્યું છે. રિલાયન્સ રિટેલમાં આ રોકાણ છેલ્લા ત્રણ અઠવાડિયામાં પાંચમુ ઈન્વેસ્ટમેન્ટ છે.
રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેકનો હિસ્સો 2.13%
રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેકની કુલ હિસ્સેદારી 2.13% થઇ ગઈ છે. સ્ટોક એક્સચેંજ ફાઇલિંગમાં રિલાયન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રિલાયન્સ રિટેલની પ્રી-મની ઇક્વિટી વેલ્યુ આશરે 4.285 લાખ કરોડ રૂપિયા છે.
રિલાયન્સ રિટેલ થોડા અઠવાડિયામાં વિદેશી રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવામાં સફળ રહી છે. દેશની સૌથી મોટી રિટેલ બિઝનેસ કંપનીએ થોડા અઠવાડિયામાં 19,000 કરોડ રૂપિયાથી વધુ ઉભા કર્યા છે. આ ભંડોળ ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ અને અમરિકાની કંપની KKR & Coથી આવ્યું છે.
આ બંને કંપનીઓએ રિલાયન્સ રિટેલમાં અનુક્રમે 1.75 ટકા અને 1.28 ટકા હિસ્સો ખરીદ્યો છે. 30 સપ્ટેમ્બરે ખાનગી ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિકે કહ્યું હતું કે તેઓ રિલાયન્સ રિટેલમાં 0.84 ટકા હિસ્સો માટે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
સિલ્વર લેકના રોકાણ અંગે કંપનીના ડેપ્યુટી CEO ઇગન ડર્બને કહ્યું કે, અમે આ તક માટે અમારો હિસ્સો વધારવામાં અને અમારા સહ-રોકાણકારોને સાથે લાવવામાં ખુશ છીએ. છેલ્લા કેટલાક સપ્તાહમાં થયેલું સતત રોકાણ સ્પષ્ટ કરે છે કે રિલાયન્સ રિટેલનું વિઝન અને બિઝનેસ મોડેલ શું છે.
આ કંપની તેની નવી અને પરિવર્તનશીલ કોમર્સ પ્રવૃત્તિઓથી તેની કેટલી ક્ષમતા છે તે સાબિત કરે છે. મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ રિટેલના નાણાકીય સલાહકારની ભૂમિકા ભજવી હતી. સિરિલ અમરચંદ મંગલદાસ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલે કાનૂની સલાહકાર તરીકે ભૂમિકા ભજવી હતી.