બ્રેકિંગ ન્યુઝ
VTV / Reliance Jio Wants That Data Price Should Be Fixed At Rupees 20 Per Gb
Noor
Last Updated: 07:14 PM, 6 March 2020
ADVERTISEMENT
ટ્રાઈ એક ફ્લો પ્રાઈસિંગ લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિલાયન્સ જિયોએ ટ્રાઈને ફ્લોર પ્રાઈસ વધારવાની ભલામણ કરી છે. આ કંપનીએ કહ્યું છે કે, શરૂઆતમાં ડેટા માટે 15 રૂપિયા પ્રતિ જીબી ફિક્સ કરવા જોઈએ.
ADVERTISEMENT
એક રિપોર્ટ મુજબ, રિલાયન્સ જિયોએ ટ્રાઈને એવી પણ સલાહ આપી છે કે, 6-9 મહિના પછી આ રેટ વધારીને 20 રૂપિયા કરી દેવો જોઈએ. જિયોએ કહ્યું કે, ભારતીય કસ્ટમર્સ પ્રાઈસ સેન્સિટિવ છે. જેથી ફ્લોર પ્લાન એક જ વાર વધારી દેવું યોગ્ય નથી. તેને સમયાંતરે વધારવું યોગ્ય રહેશે. અત્યારે ટેલિકોમ કંપનીએ સરકારને હજારો કરોડ રૂપિયા ચૂકવવાના છે અને આ જ કારણથી વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ સર્વાઈવલ સામે ઝઝૂમી રહી છે. ટ્રાઈ એક કંસ્લટેશન પેપર પર કામ કરી રહ્યું છે. જેથી તેને રિવાઈવ કરી શકાય. ફ્લોર પ્રાઈસિંગમાં ડેટા માટે એક બેસ પ્રાઈસ નક્કી કરવામાં આવશે.
હાલમાં જ વોડાફોન આઈડિયાએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને એક લેટર લખ્યો છે. કંપનીએ કહ્યું છે કે, 1 જીબી ડેટાનો મિનિમમ પ્રાઈસ 35 રૂપિયા કરી દેવો જોઈએ. અત્યારે 1 જીબી ડેટા માત્ર 4થી 5 રૂપિયા આપવા પડે છે. હવે વોડાફોન અને રિલાયન્સ જિયો બંને કંપની આ ફ્લો પ્રાઈસિંગ માટે ડેટાની કિંમતોમાં વધારો કરવાની ભલામણ કરી રહી છે. જેથી આવનારા સમયમાં નક્કી કોઈ નિર્ણય લેવાશે. જેનું ભાર ગ્રાહકો પર વધવાનું છે.
જો ટ્રાઈ બંને કંપનીઓની ભલામણ પર કોઈ વચલો રસ્તો કાઢે તો પણ ડેટાનો રેટ તો વધવાનો જ છે. જેનાથી રિચાર્જ પ્લાન વધુ મોંઘા થશે. જોકે, હજી સુધી નક્કી નથી થયું કે ટ્રાઈ આને લાગુ ક્યારે કરશે. પરંતુ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે, હવે ડેટા યુઝ કરવું વધુ મોંઘુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.