હાલ દેશમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરે રહીને સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી ટેલિકોમ કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે બેસ્ટ ઓફર્સ આપી રહી છે. તો આજે જાણી લો રોજ 4 જીબી ડેટાના પ્લાન અને ફાયદા વિશે.
લોકડાઉનમાં ઈન્ટરનેટનો વપરાશ વધ્યો
ટેલિકોમ કંપનીઓ યુઝર્સને આપી રહી છે બેસ્ટ ઓફર
હવે આ દમદાર પ્લાનમાં રોજ મેળવો 4 જીબી ડેટા
વોડાફોનના રોજ 4જીબી ડેટાનો પ્લાન
વોડાફોનનો 299 રૂપિયાનો પ્લાન
વોડાફોનના આ પ્લાનમાં 2જીબી+2જીબી એટલે કે કુલ 4 જીબી ઓફર કરવામાં આવી રહ્યું છે. 28 દિવસની વેલિડિટી સાથે આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ મળે છે. સાથે જ આમાં વોડાફોન પ્લે અને ઝી5નું સબસ્ક્રીપ્શન પણ ફ્રી મળે છે. જ્યારે 449 રૂપિયાના પ્લાનમાં તમામ સુવિધા 299 રૂપિયાના પ્લાન જેવી જ મળે છે બસ વેલિડિટી વધીને 56 દિવસ થઈ જાય છે અને 699 રૂપિયાના પ્લાનમાં વેલિડિટી 84 દિવસની મળે છે, બાકી તમામ સુવિધા 299 રૂપિયાના પ્લાન જેવી જ છે.
એરટેલમાં રોજ 3 જીબી ડેટાનો પ્લાન
398 રૂપિયાવાળો પ્લાન
એરટેલના આ પ્લાનમાં 3જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યું છે. 28 દિવસની વેલિડિટી સાથે આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ મળે છે. સાથે જ આમાં એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમની સાથે વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રીપ્શન અને ફાસ્ટેગ ખરીદવા પર 150 રૂપિયા કેશબેક મળશે.
જ્યારે એરટેરના 558 રૂપિયાના પ્લાનમાં તમામ સુવિધા 398 રૂપિયાના પ્લાન જેવી જ મળે છે બસ વેલિડિટી વધીને 56 દિવસ થઈ જાય છે.
રિલાયન્સ જિયોમાં રોજ મળે છે 3જીબી
જો તમે રિલાયન્સ જિયોના યુઝર છો તો 349 રૂપિયાના પ્લાનમાં રોજ 3 જીબી ડેટા 28 દિવસની વેલિડિટી, જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ મળે છે. જ્યારે 1000 એફયૂપી મિનિટ્સ મળે છે અને રોજના 100 ફ્રી એસએમએસ મળે છે. આ પ્લાનની એક વધુ ખાસ વાત એ છે કે, આમાં જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે.