ટેરિફ હાઈક મળ્યા બાદ કંપનીઓએ પોતાના દરરોજના 1GB ડેટાવાળા પ્લાન બંધ કરી દીધા હતા. જો કે આ પ્લાનની પોપ્યુલારિટીને જોતાં કંપનીઓએ તેને ફરીથી શરૂ કર્યા છે. અહીં અમે આપને એરટેલ અને JIOના દરરોજના 1જીબી ડેટા ઓફર કરનારા પ્લાનને વિશે જણાવી રહ્યા છીએ.
JIO અને Airtelએ કરી આ જાહેરાત
ફરી શરૂ કર્યા દરરોજના 1જીબી આપતાં પ્લાન્સ
જાણો કયો પ્લાન આપશે કેટલો ફાયદો
ટેરિફ વધારા પછી ટેલિકોમ કંપનીઓ હવે નવી યોજનાઓ અને તેમાં ઉપલબ્ધ ફાયદાઓ સાથે વપરાશકર્તાઓને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં રિલાયન્સ જિયો સહિત એરટેલ અને વોડાફોન-આઇડિયાએ તેમની પ્રીપેડ યોજનાઓ 40% સુધી મોંઘી કરી હતી. હવે ઘણી જૂની યોજનાઓ નવી પ્રીપેઇડ યોજનાઓ દ્વારા બદલી લેવામાં આવી છે. ટેરિફ મોંઘા થયા પછી વપરાશકર્તાઓની સૌથી મોટી ચિંતા એ ડેઇલી ડેટા બેનિફિટની છે. ટેરિફ વધારા સાથે આ કંપનીઓએ દરરોજ 1GB ડેટા ઓફર કરવાની યોજનાઓ બંધ કરી દીધી હતી.
જો કે 1GBના પ્લાન્સની માંગ જોઈને એરટેલે 1GBના પ્લાનને લોન્ચ કર્યો અને સાથે જ જીયોએ પણ દરરોજના 1GB ડેટાના પ્લાનને ફરીથી શરૂ કર્યો છે. અહીં તમે જાણી શકશો બંને પ્લાન્સની કિંમત અને તેમાંથી મળનારા લાભ વિશે પણ.
JIOનો 149 રૂપિયાનો પ્લાન
ટેરિફ રિવાઈઝ થયા બાદ કંપનીઓની પાસે ઓફર કરવા માટે ડેલી 1.5 જીબી અને 2જીબીના પ્લાન્સ નથી. જો તમે એ યૂઝર્સમાં છો જેને રોજનો 1GB ડેટા જોઈએ છે તો રિલાયન્સ જીયોનો 149 રૂપિયાનો પ્લાન સારો ઓપ્શન હોઈ શકે છે. 24 દિવસની વેલિડિટીની સાથે આવનારા આ પ્લાનમાં રોજ 1GB ડેટાની સાથે જીયોથી જીયો કોલિંગ ફ્રી મળે છે. અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 300 મિનિટ્સ આપવામાં આવી રહી છે. એટલું નહીં, આ પ્લાનને સબ્સક્રાઈબ્સ કરવા પર રોજના 100 ફ્રી એસએમએસ અને જીયો એપ્સના ફ્રી એક્સેસનો લાભ મળશે.
એરટેલના 219 રૂપિયાનો પ્લાન
એરટેલનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં યૂઝર્સને રોજનો 1GB ડેટા ઓફર આપી રહ્યું છે. પ્લાનની ખાસિયત છે કે તેમાં જીયોની સાથે 4 દિવસ વધારેની વેલિડિટી અને કોઈ પણ નેટવર્કના માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ મળે છે. પ્લાનમાં યૂઝર્સને એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. જેમાં ફાસ્ટ ટેગ પર 150 રૂપિયાનું કેશબેક, વિંક મ્યુઝિક અને એરટેલ એક્સટ્રીમ એપનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન પણ મળે છે.