બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / Reliance Jio unveils JioPhone Next's key features ahead of Diwali launch

Jio Phone Next / દિવાળી પર JIOનો ધમાકો : ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન આ તારીખે કરશે લૉન્ચ

Arohi

Last Updated: 07:18 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jio Phone Nextની લોન્ચિંગ ડેટ સામે આવી ગઈ છે. કંપની તેને 5 અને 7 હજારની કિંમત સાથે માર્કેટમાં ઉતારી શકે છે.

  • જીયો લોન્ચ કરશે સૌથી સસ્તો સ્માર્ટફોન 
  • દિવાળીના દિવસે ફોન કરશે લોન્ચ
  • જાણો JioPhone Next વિશે દરેક માહિતી 

રિલાયન્સના મોસ્ટ અવેટેડ સ્માર્ટફોન JioPhone Nextની લોન્ચિંગ ડેટનો ખુલાસો થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની આ ફોનને દિવાળીના દિવસે જ લોન્ચ કરી શકે છે. ખબરોની માનીએ તો આ ફોન ચાર નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ અત્યાર સુધીનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન હશે. કંપનીએ તેને ગુગલની સાથે મળીને બનાવ્યો છે. તેને પહેલા જ માર્કેટમાં લોન્ચ કરવાનો હતો પરંતુ અમુક કારણોસર તેની લોન્ચિંગ ડેટ આગળ વધારવામાં આવી. 

જોણો કેટલી હશે કિંમત 
ખબરોની માનીએ તો JioPhone Next ફોનને બે વેરિએન્ટની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. તેના બેસ વેરિએન્ટની કિંમત પાંચ હજાર રૂપિયા સુધીની હોઈ શકે છે. ત્યાં જ તેના બીજા વેરિએન્ટ માટે તમારે લગભગ સાત હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. 

સ્પેસિફિકેશન્સ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર JioPhone Nextમાં 5.5 ઈંચ એચડી ડિસ્પ્લે આપવામાં આવશે. ફોન એન્ડ્રોયડ ગો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી શકે છે. પરફોર્મન્સ માટે તેમાં ક્વોલકોમ QM215 પ્રોસેસર યુઝ કરવામાં આવ્યું છે. તેમાં 2GB રેમ અને 16GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે. 

કેમેરા અને બેટરી 
JioPhone Next સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયલ કેમરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેનો પ્રાઈમરી કેમેરો 13 મેગાપિક્સલનો હોઈ શકે છે. ત્યાં તેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમરો પણ મળશે. પાવર માટે ફોનમાં 2500mAhની બેટરી આપવામાં આવી શકે છે. આ ફોન ડ્યુલ સિમ સપોર્ટની સાથે આવશે. 

મળશે ઘણા કસ્ટમાઈઝ ફિચર્સ 
JioPhone Next ને રિલાયન્સે ગુગલની સાથે પાર્ટનરશિપમાં બનાવ્યો છે. તેમાં ઘણા ફિચર્સ છે ખાસ કરીને જીયોફોન નેક્સ્ટ માટે જ કસ્ટમાઈઝ કરી બનાવામાં આવ્યો છે. તેમાં ઓવર-ધ-ઈયર એપડેટ ઉપરાંત નવા ફિચર્સ અને કસ્ટમાઈઝેશન પણ મળી રહશે. ફોનમાં Google Play Protct બિલ્ટ-ઈન છે જે ગુગલની વર્લ્ડ-ક્લાસ સિક્યોરિટી અને મેલવેયર પ્રોટેક્શન એપ છે. 

Micromax Spark Go સાથે થશે મુકાબલો 
JioPhone Next સ્માર્ટફોનનો મુકાબલો  Micromax Spark Go સાથે થશે. તેમાં ફોનની કિંમત ફક્ત 3,999 રૂપિયા છે. ફોનમાં ડુઅલ સિમની સાથે એન્ડ્રોયડ ઓરિયોનો ગો એડિશન આપવામાં આવ્યું છે. તેમાં 5 ઈંચના FWVGA ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 480x854 પિક્સલ છે. આ ફોનમાં સ્પ્રિડટ્રમનું SC9832E પ્રોસેસર, ગ્રાફિક્ટ માટે માલી T720 જીપીયુ, એક જીબી રેમ અને આઠ જીબી સ્ટોરેજ છે જેને 32જીબી સુધી વધારી શકાય છે. 

કેમેરા અને બેટરી 
ફોનમાં 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમરા અને 5 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. બન્ને કેમરાની સાથે ફ્લેશ લાઈટ પણ મળશે. તેમાં 2000mAh બેટરી છે અને કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, વોઈ-ફાઈ, બ્લૂટૂથ 0, જીપીએસ, માઈક્રો યુએસબી પોર્ટ અને 3.5mmના હોટફોન જેક છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Features Jio Phone Next Launch Reliance Jio diwali 2021 Jio Phone Next
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ