બ્રેકિંગ ન્યુઝ
VTV / reliance jio to increase tariffs rate from 6 december
Mehul
Last Updated: 09:19 PM, 3 December 2019
ADVERTISEMENT
ગત સપ્તાહના અંતમાં કંપનીએ એ જાહેરાત કરી હતી કે કંપની 6 ડિસેમ્બરે પોતાના મોબાઈલ ટૅરિફમાં વધારો કરશે. એક નિવેદનમાં રિલાયન્સ Jio એ કહ્યું હતું કે મોબાઈલ ટૅરિફમાં 40 ટકા સુધીનો વધારો કરવામાં આવશે.
જો કે હાલના ટૅરિફમાં વધારો થાય તે પહેલાં કંપની ગ્રાહકોને પોતાના જિયો નંબરને 444 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનથી રિચાર્જ કરાવવાનું કહી રહી છે. આ પ્લાનની વૅલિડિટી 84 દિવસોની છે. ગ્રાહક ઍડવાન્સમાં આ પ્લાનના ચાર રિચાર્જ સુધી કરી શકે છે.
ADVERTISEMENT
What are you waiting for? Recharge in advance for your loved ones. #JioDigitalLifehttps://t.co/qLiQaO1XvS pic.twitter.com/WPkNyDTj0t
— Reliance Jio (@reliancejio) December 3, 2019
કંપનીએ ટ્વિટર પર પોતાના ઑફિશ્યલ અકાઉન્ટ પર એક ટ્વિટમાં લખ્યું કે સૌથી યોગ્ય કિંમતમાં ઍડવાન્સમાં રિચાર્જ કરો. સાથે જ કંપનીએ ટ્વિમાં એક ઈમેજ પણ શેર કરી અને કહ્યું કે પોતાના રિચાર્જ પ્લાન્સ સ્ટૉક કરી લો અને પોતાના ફેવરિટ પ્લાન્સ ઍન્જૉય કરવાનું ચાલુ રાખો.
Jio એ ટ્વિટમાં 444 રૂપિયાના પ્લાન વિશે બતાવતા કહ્યું કે જો (444 x 4 = 336) 444 રૂપિયાવાળા પ્લાનના 4 રિચાર્જ ખરીદો તો તેનાથી 336 દિવસોની વેલિડીટ મળશે. આ પ્લાન તમારા હાલના ચાલુ પ્લાન પૂર્ણ થતાની સાથે ઍક્ટિવેટ થઈ જશે. કંપનીએ આ પ્લાનને બેસ્ટ પ્લાન કહ્યો છે અને ગ્રાહકોને રિચાર્જ કરવાનું કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જિયોએ 444 રૂપિયાનો પ્લાન હાલમાં જ All in One પ્લાન્સ હેઠળ લૉન્ચ કર્યો હતો. આ પ્લાન્સને ત્યારે લૉન્ચ કરાયા હતાજ્યારે કંપનીએ ઑફ-નેટ કૉલિંગ માટે 6 પૈસા ચાર્જ કરવાનું શરૂ કર્યો હતો.
પ્લાનમાં શું છે?
Jio ના 444 રૂપિયાવાળા પ્લામાં કુલ 168 GB ડેટા આપવામાં આવે છે. અહીં ડેટાની ડેઈલી લિમિટ 2 GB છે. આ પ્લામાં ગ્રાહક જિયો નંબર્સ પર અનલિમિટેડ કૉલિંગ કરી શકે છે. જ્યારે નોન-જિયો કૉલિંગ માટે FUP લિમિટ 1000 મિનિટ છે. ત્યાર બાદ ગ્રાહકોને 6 પૈસા પ્રતિ મિનિટના રેટથી ચૂકવણી કરવી પડશે. આ પ્લાનમાં રોજ 100 SMS પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.