રિલાયન્સ જિયો હંમેશા ટેરિફ પ્લાનના મામલે લીડર રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ જિયોએ ઘણા બધા પ્લાન પેશ કર્યા હતા અને કેટલાક પ્લાન અપડેટ પણ કર્યા હતા. જાન્યુઆરીમાં જ જિયોએ એક પ્લાન લોન્ચ કર્યો હતો જેમાં દરરોજ 5 GB એટલે કે કુલ 140 GB ડેટા મળે છે. જો કે જિયોનો આ પ્લાન જૂનો છે પરંતુ આ સમયે એટલા માટે પ્રાસંગિક થઇ ગયો કારણ કે વોડાફોન અને એરટેલ એ પણ જિયોના આ 140 GB ડેટા વાળો પ્લાનમાં ડ પ્લાન પેશ કર્યો છે. તો ચલો જાણીએ જિયોના આ પ્લાન માટે અને સાથે જાણીશું કે કયો પ્લાન તમારા માટે ફાયદાનો સૌદા છે.
સૌથી પહેલા જિયાના પ્લાનની વાત કરીએ તો જિયાના આ પ્લાનની કિંમત 799 રૂપિયા અને આ પ્લાનમાં 28 દિવસો સુધી રોજ 5GB ડેટા મળે છે. કુલ મળીને જિયોના આ પ્લાનમાં 140 GB ડેટા મળે છે અને સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ફ્રી મેસેજ અને જિયો એપ્સના સબ્સક્રિપ્શન પણ મળે છે.
vodafone ના 799 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો વોડાફોનનૈ 799 રૂપિયામાં દરરોજ 4.5 GB ડેટા મળે છે અને આ પ્લાનની મર્યાદા 28 દિવસની છે. આ પ્લાનમાં કુલ મળીને 126 GB ડેટા અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે જો કે વોડાફોનની 4G સર્વિસ હાલ સમગ્ર દેશમાં નથી.
એરટેલના 799 રૂપિયા વાળા પ્રી પેડ પ્લાનમાં 28 દિવસો સુધી 4 GB ડેટા મળે છે. કુલ મળીને આ પ્લાનમાં તમને 112 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ મળે છે.