ફેરફાર / Jio યુઝર્સ માટે આવ્યા ખરાબ સમાચાર, 29 દિવસ ઘટી ગઈ આ પ્લાનની વેલિડિટી

reliance jio reduced validity of rupees 1299 plan by 29 days

રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. હવેથી જિયોના એન્યુઅલ પ્લાનમાં પહેલાં કરતાં વેલિડિટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ 1299 રૂપિયાના એન્યુઅલ પ્લાન (365 દિવસ)ની વેલિડિટી ઘટાડીને 336 દિવસ કરી દીધી છે. આ પહેલાં જિયોએ 2020 રૂપિયાના એન્યુઅલ પ્લાનને બંધ કરીને 336 દિવસની વેલિડિટીવાળો 2121 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો હતો. જિયોના મંથલી પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. હવે કંપનીએ 365 દિવસની વેલિડિટીવાળા પ્લાન્સને પણ આ જ ફોર્મ્યૂલા (12 મહિનાx28 દિવસ) માટે ઓફર કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ