જિયોએ તેના પ્રીપેડ પ્લાનમાં ફરીવાર બદલાવ કર્યો છે. ફેસ્ટિવ સીઝન પહેલાં જિયો તેના ગ્રાહકોને બેસ્ટ સેલિંગ પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે.
જિયોના ગ્રાહકો માટે સારાં સમાચાર
કંપની ગ્રાહકોને આપી રહી છે કેશબેક
આ બેસ્ટ ઓફર વિશે જાણી લો
કંપની યુઝર્સને સસ્તા પ્લાન ઓફર કરવા માંગે છે જેથી આ ચેન્જને કંપનીએ લાઈવ કરી દીધું છે. યુઝર્સને ઘણાં પ્લાન સાથે કેશબેક મળી રહ્યું છે. આ ઓફર ખતમ થાય તે પહેલાં તમે તેનો લાભ લઈ લો. કંપની 249 રૂપિયા, 555 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાનમાં ઓફર આપી રહી છે.
જિયોના આ પ્લાનમાં કંપની કેશબેક આપી રહી છે. કંપની આ પ્લાન્સની સાથે 20 ટકા કેશબેક આપી રહી છે. આ કેશબેક જિયો મોબાઈલ એપ અથવા વેબસાઈટથી રિચાર્જ કરવા પર મળશે.
જિયોના 249 રૂપિયાના પ્રીપેડ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. સાથે જ 555 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. 555 રૂપિયાના પ્લાનમાં 1.5 જીબી ડેટા રોજ મળે છે. જ્યારે 599 રૂપિયાના પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે.
જિયોના 249 રૂપિયા, 555 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ કોઈપણ નેટવર્ક પર ફ્રીમાં મળે છે. સાથે જ 249 રૂપિયા, 555 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ પણ મળે છે. આ સિવાય 249 રૂપિયા, 555 રૂપિયા અને 599 રૂપિયાના પ્લાનમાં જિયો એપ્સ જેવી કે JioCinema, JioTV, JioNews, JioSecurity અને JioCloudનું ફ્રીમાં સબસ્ક્રિપ્શન પણ મળી રહે છે.