કોરોનાકાળને કારણે ડેટાની માંગ ખૂબ જ વધી ગઈ છે. એવામાં રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે નવા નવા પ્લાન લાવતું રહે છે. તો હવે જિયો તેના યુઝર્સ માટે વધુ બેનેફિટ્સવાળા આ સસ્તા પ્લાન લઈને આવ્યું છે.
જિયોના ગ્રાહકો માટે કામના સમાચાર
જિયો તેના ગ્રાહકોની જરૂર મુજબ નવા નવા પ્લાન લાવતું રહે છે
જિયોના ગ્રાહકો માટે બેસ્ટ છે આ પ્લાન
રિલાયન્સ જિયો ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી બાદથી નવા નવા પ્લાન લાવી રહી છે. કંપનીની પાસે દરેક કેટગરીના ગ્રાહકો માટે અલગ અલગ રિચાર્જ પેક છે. જેમાંથી ગ્રાહકો પોતાની જરૂર મુજબ પ્લાન સિલેક્ટ કરી શકે છે. જિયોના આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 70 રૂપિયાથી પણ ઓછો ખર્ચ કરીને જોરદાર સુવિધાઓ મળે છે. અમે રિલાયન્સ જિયો ફોનના 749 રૂપિયાના પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ.
749 રૂપિયાના પ્લાનમાં 336 દિવસની વેલિડિટી અને 24GB ડેટા
જિયો ફોનના 749 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 336 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે, આ પ્લાન 11 મહિના સુધી ચાલે છે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમને ફ્રી કોલિંગનો ફાયદો પણ મળી રહે છે. પ્લાનમાં કુલ 24 જીબી ડેટા મળે છે. જિયો ફોનના આ પ્લાનમાં દર 28 દિવસે 50 એસએમએસની સુવિધા પણ મળે છે. સાથે જ આમાં જિયો ફોનનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આમ જોઈએ તો આ કિંમતમાં તમને દર મહિને આ પ્લાન માત્ર 68 રૂપિયાની આસપાસ પડે છે.
185 રૂપિયાનો પ્લાન, 2 મહિનાની વેલિડિટી અને 112GB ડેટા
જિયો ફોનના 185 રૂપિયાના પ્લાનમાં બાય-વન-ગેટ-વન ફ્રી ઓફર ઉપલબ્ધ છે. એટલે કે, કોઈ પ્લાન લેવા પર 1 પ્લાન ફ્રી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. પણ ઓફરને કારણે આ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં યુઝર્સને કુલ 112 જીબી ડેટા મળે છે. પ્લાનમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. સાથે જ રોજ 100 એસએમએસ પણ મળે છે. આ સિવાય આ પ્લાનમાં ગ્રાહકોને જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી રહે છે.