બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / reliance jio offering 20 percent cashback up to rs 200 on these recharge plans

ઓફર / Jioની શાનદાર ઓફર, આ સસ્તા રિચાર્જ પ્લાન પર મળી રહ્યું છે 20 ટકા કેશબેક, ફટાફટ ઉઠાવી લો લાભ

Last Updated: 09:16 AM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ ઓફર લાવ્યું છે. જેમાં પ્રીપેડ રિચાર્જ કરનારા ગ્રાહકોને 20 ટકા કેશબેક આપવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ.

  • જિયોના ગ્રાહકો માટે સારાં સમાચાર
  • કંપની ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ ઓફર લાવી છે
  • પ્રીપેડ રિચાર્જ પર ગ્રાહકોને મળી રહ્યું છે 20 ટકા કેશબેક

આ કેશબેક કંપનીના ત્રણ રિચાર્જ પ્લાન પર મળશે. જેની કિંમત 249 રૂપિયા, 555 રૂપિયા અને 599 રૂપિયા છે. Jio વેબસાઈટ અનુસાર, મહત્તમ કેશબેક 200 રૂપિયા સુધી મેળવી શકાય છે. આ કેશબેક 2 ઓક્ટોબર પછી રિડીમ કરી શકાય છે. ચાલો આ ત્રણ પ્લાન વિશે વધુ વિગતો જાણીએ.

249 રૂપિયાનો જિયો પ્લાન

આ પ્લાન પર 20 ટકા કેશબેક મળશે. આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે અને સાથે આ કંપનીનો સૌથી સસ્તો પ્લાન છે. 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. એટલે કે, ગ્રાહકો કુલ 56 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. આ સિવાય, Jio એપ્સ (JioTV, JioCinema, JioSecurity, JioNews, અને JioCloud)નું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.

555 રૂપિયાનો જિયો પ્લાન

આ બીજો પ્લાન છે, જે 20 ટકા કેશબેક સાથે આવી રહ્યો છે. 555 રૂપિયાનો Jio પ્લાન 84 દિવસ સુધી ચાલે છે. જેમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 126 GB મળે છે. રિલાયન્સ જિયોના આ પ્લાનમાં દરરોજ 100 SMS અને ફ્રી કોલિંગ સાથે આપવામાં આવે છે. આ સિવાય, Jio એપ્સ (JioTV, JioCinema, JioSecurity, JioNews, અને JioCloud)નું મફત સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં મળે છે.

599 રૂપિયાનો જિયો પ્લાન

આ પ્લાન દરરોજ 2 જીબી ડેટા સાથે આવે છે. ગ્રાહકોને 599 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ રીતે કુલ ડેટા 168 GB મળે છે. તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ આપવામાં આવે છે. આ સિવાય, Jio એપ્સ (JioTV, JioCinema, JioSecurity, JioNews, અને JioCloud)નું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cashback Offer Reliance Jio Offer
Noor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ