બ્રેકિંગ ન્યુઝ
VTV / Reliance Jio Offering 1000GB Data and unlimited calling facility at less than 200 rupees know details of plan
Noor
Last Updated: 10:59 AM, 22 July 2021
ADVERTISEMENT
ખૂબ જ ઓછાં સમયમાં Jio Fiberએ ઘણાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP)ને પછાડી દીધા છે. ગ્રાહકોની સૌથી પસંદગીની કંપની બનવા માટે Reliance Jioએ બ્રોડબેન્ડના ઘણાં સસ્તા અને વધુ ડેટાવાળા પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યા છે. એવામાં આજે અમે તમને રિલાયન્સ જિયોના ફાઇબર પોર્ટફોલિયોના સૌથી ધાંસૂ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. જિયો પોતાના ગ્રાહકોને 199 રૂપિયામાં 1000GB જીબી એટલે કે 1TB ડેટા આપે છે. આવો આ પ્લાન વિશે ડિટેલ્સમાં જાણીએ.
Reliance Jioનો 1TB ડેટા પ્લાન
ADVERTISEMENT
રિલાયન્સ જિયો ફાઇબર ગ્રાહકોને માત્ર 199 રૂપિયામાં 1TB ડેટા આપે છે. 1TB ડેટા ગ્રાહકોને 7 દિવસ માટે ઉપલબ્ધ થાય છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ પ્લાનમાં મળનારી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 1Mbps થઈ જાય છે. પ્લાનની વધુ એક ખાસ વાત છે કે તેમાં જિયો ફાઇબરની લેન્ડલાઇન સર્વિસની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. તમને જણાવી દઈએ કે, જીએસટી લાગ્યા બાદ 199 રૂપિયાવાળા કોમ્બો પ્લાનની કિંમત 234.82 રૂપિયા થઈ જાય છે.
એક પ્રકારનો કોમ્બો પ્લાન
ધ્યાનમાં રહે કે આ એક ડેટા સચેત છે. ગ્રાહક આ યોજનાને ત્યારે ખરીદી શકે છે જ્યારે તે પોતાના પ્લાનની સાથે રજૂ કરેલાં બધાં FUP ડેટાનો ઉપભોગ કરી લે. JioFiber પોતાના બધા પ્લાનની સાથે ગ્રાહકોને 3 TB ડેટા આપે છે, તેથી આ વાતની ખૂબ સંભાવના છે કે એવરેજ ઈન્ટરનેટ યૂઝ કરનારા ગ્રાહકોને આ ડેટા પ્લાનની જરૂર પડે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ન તો એરટેલ અને ન બીએસએનએલ પોતાના યુઝર્સને આવો કોઈ પ્લાન ઓફર કરે છે. જો એરટેલ કે બીએસએનએલ ઉપયોગકર્તા પોતાના બ્રોડબેન્ડ પ્લાનની સાથે મળનાર FUP ડેટાને યૂઝ કરી લે છે તો તે આ પ્રકારની ઓફરની સાથે રિચાર્જ ન કરાવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.