રિલાયન્સ જિયોએ ફરી એક વખત ધમાકેદાર ઑફર લોન્ચ કરી છે. આ ઑફર હેઠળ યૂઝર્સને 8 મહિના સુધી પ્રતિદિવસ 1.5GB ડેટા ફ્રી મળશે. જોકે આ ઑફર માત્ર JioFi ડિવાઇય યૂઝર્સ માટે છે. યૂઝર્સને 1999 રૂપિયા ખર્ચીને JioFi ડિવાઇસ ખરીદવાનું રહેશે. જેમાં તેમણે 3595 રૂપિયા સુધીનો ફાયદો મળશે આ સાથે ઑફર હેઠળ 1999 રૂપિયાનું JioFi ખરીદતા યૂઝરને 1295 રૂપિયાનો ડેટા મળશે. જે હેઠળ યૂઝર્સ 1.5GB 2 GB અને 3GB ડેટા પ્લાનનો ઉપયોગ કરી શકશે.
કઇ રીતે મળશે ફાયદો:
રિલાયન્સ જિયો 1999 રૂપિયાનો JioFIમાં મફત ડેટા અને જિયો વાઉચર આપશે. આ ઑફરમાં યૂઝર્સને કુલ 3595 રૂપિયાનો ફાયદો મળશે. આ ઑફરની મદદથી કંપની 999 રૂપિયાના JioFiને 1999 રૂપિયામાં આપશે જેમાં યૂઝર્સને 1295 રૂપિયાનો બંડલ્ડ ડેટા અને 2300 રૂપિયાનો જિયો વાઉચર મળશે.
ક્યાં મળશે ફાયદો:
JioFi ખરીદવા પર 2300 રૂપિયા કિંમતના જિયો વાઉર્ચસ મળશે. આ વાઉચર્સનો ઉપયોગ Paytm AJio અને રિલાયન્સ ડિજિટલમાં કરી શકાશે. રિલાયન્સ રિટેલ સ્ટોર પર આ ઑફરનો ફાયદો ઉઠાવી શકાશે. જિયોની વેબસાઇટ પરનો ફાયદો મળશે. આ તમામ ઑફર્સની સાથે યૂઝર્સ પ્રાઇમ મેમ્બરશિપ પણ લઇ શકાશે.
આ રીતે ઉપયોગ થશે વાઉચર્સ:
ઑફર હેઠળ મળતા વાઉચર્સમાં 800 રૂપિયાના કેશબેક વાઉચર્સ મળશે જેનો ઉપયોદ ફ્લાઇટ બુકિંગમાં કરી શકાશે. આ સિવાય AJioથી 1500 રૂપિયાના શૉપિંગ કરવા પર 500 રૂપિયાની છૂટ મળશે. ત્યારે 1000 રૂપિયાના વાઉચરના ઉપયોગ રિલાયન્સ ડિજિટલ સ્ટોર પર કરવામાં આવશે આ તમામ વાઉચર્સ માય જિયોએપ પર મળશે.
ગત વર્ષે ઘટાડી કિંમત:
તમને જણાવી દઇએ કે ગત વર્ષે રિલાયન્સ જિયોએ JioFi 4G હોટસ્પૉટની કિંમત 1999 રૂપિયાથી ઓછી કરીને 999 રૂપિયા કરી દીધી છે. એરટેલે પણ કિંમત ઘટાડીને પોતાના 4G 999 રૂપિયા કરી દીધી છે.