બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Reliance Jio Now Offering Rupees 251 4g Data Pack Under Work From Home Category

ખરાબ સમચાાર / જિયોના ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો, કંપનીએ લોકડાઉનમાં સૌથી પોપ્યુલર ડેટા પ્લાન કરી દીધો બંધ

Noor

Last Updated: 11:52 AM, 11 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોએ 251 રૂપિયાવાળા પોપ્યુલર 4જી ડેટા વાઉટરને બંધ કરી દીધો છે. આ ડેટા વાઉચરમાં કંપની રોજ 2 જીબી ડેટા ઓફર કરી રહી હતી. એક મહિનાથી પણ વધુ વેલિડિટી સાથેનો આ પ્લાન લોકડાઉનમાં યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો હતો. જોકે, હવે આ પ્લાનને કંપની નવી કેટગરીમાં ઓફર કરી રહી છે. આ સાથે જ તેમાં મળનારા ડેટા બેનિફિટમાં પણ મોટો બદલાવ કર્યો છે.

  • જિયોના ગ્રાહકોને લાગ્યો ઝટકો
  • જિયોનો સૌથી લોકપ્રિય ડેટા પ્લાન થયો બંધ
  • લોકડાઉનમાં વધુ ડેટા માટે બેસ્ટ હતો આ પ્લાન

બંધ થયો 251 રૂપિયાનો 4જી ડેટા પ્લાન

51 દિવસની વેલિડિટી સાથેના આ 4જી ડેટા વાઉચરમાં યુઝર્સને રોજ 2 જીબી ડેટા મળતો હતો. આ પ્લાનને યુઝર્સ એક્ટિવ પ્લાન સાથે ટોપ-અપ કરાવતા હતા, જેથી એક્સ્ટ્રા ડેટા મળી શકે. આ પ્લાનમાં કંપની રોજ 2 જીબી ડેટાના હિસાબથી કુલ 102 જીબી ડેટા ઓફર કરી રહી હતી. 251 રૂપિયામાં આટલો બધો ડેટા મળવાને કારણે આ પ્લાન યુઝર્સમાં ઘણો જ પોપ્યુલર થઈ ગયો હતો. જોકે, આ પ્લાનમાં કોલિંગ અને એસએમએસની સુવિધા નહોતી મળતી.

હવે આ કેટગરીમાં મલશે આ પ્લાન

જિયોએ હવે 251 રૂપિયાના આ વાઉચરને 4જી ડેટા વાઉચર સેક્શનની જગ્યાએ વર્ક ફ્રોમ હોમ પેક્સમાં ઓફર કરવાનું શરૂ કરી દીધું છે. હવે આ પેકમાં ડેલી 2 જીબીની જગ્યાએ અનલિમિટેડ 50 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આમાં પણ એક્ટિવ પ્લાન સાથે એડિશનલ ડેટા માટે રિચાર્જ કરાવી શકાશે. આ પેકમાં પણ કોલિંગ અને એસએમએસની સુવિધા નહીં મળે. 

જિયોની પાસે છે આ 4જી ડેટા વાઉચર

એડિશનલ ડેટા માટે રિલાયન્સ જિયો તેના યુઝર્સને 4જી ડેટા વાઉચર ઓફર કરી રહ્યું છે. 11 રૂપિયાના ડેટા વાઉચરમાં 800એમબી ડેટાની સાથે 75 એફપીયુ મિનિટ મળે છે. 21 રૂપિયાના ડેટા વાઉચરમાં 800 એમબી ડેટાની સાથે 200 નોન જિયો મિનિટ્સ અને સાથે જ 2 જીબી ડેટા પણ મળે છે. 

જિયોના 51 રૂપિયાના ડેટા વાઉચરની વાત કરીએ તો તેમાં અનલિમિટેડ 6 જીબી ડેટા અને 500 નોન જિયો મિનિટ્સ મળે છે. 101 રૂપિયાના ડેટા વાઉચરમાં 12 જીબી ડેટા અને નોન જિયો માટે 1000 મિનિટ્સ મળે છે. આ તમામ ડેટા વાઉચર એક્ટિવ પ્લાન પર ટોપ-અપ કરાવી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

4g Data Pack Benefits Discontinue Reliance Jio Work from home bad news category lockdown telecom Bad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ