રિલાયન્સ જિયોએ મહિનાની શરૂઆતમાં JioPhone 2ની લોન્ચિંગની સાથે જિયો મૉનસૂન ઑફરની પણ જાહેરાત કરી છે. જિયોએ ગઇકાલથી પોતાની મૉનસૂન ઑફર શરૂ કરી દીધી છે. આ ઑફર હેઠળ જૂના ફિચર ફોનની સામે 501 રૂપિયામાં JioPhone મળશે. હવે આ સવાલ તમામ યૂઝર્સને થશે કે 501 રૂપિયામાં ફોન ક્યાં મળશે કઇ રીતે થશે બુકિંગ અને શું-શું પ્લાન મળશે. તો અહીંયા જાણો તમામ પ્રકારના સવાલના જવાબ..
શું છે મૉનસૂન ઑફર:
જિયોની આ મૉનસૂન ઑફર એક રીતે એક્સચેન્જ ઑફર છે. આ ઑફર હેઠળ કોઇ પણ જૂના ફોનની સામે જિયોનો 1500 રૂપિયાનો જિયો ફોન 501 રૂપિયામાં ખરીદી શકાશે. એટલે કે તમે કોઇ પણ કંપનીનો ફિચર ફોનની સાથે 501 રૂપિયા જિયોને આપી શકો છો અને ગત વર્ષે લોન્ચ થયેલો 1500 રૂપિયાનો ફોન ઘરે લઇ જઇ શકો છે.
શું જૂનો જિયોફોન પરત કરી શકાય છે?
ના તમે જૂનો જિયોને બદલે નવો જિયો ફોન અથવા તો જિયો ફોન નહી લઇ શકો. જૂના જિયો ફોનને 3 વર્ષ પછી જ પરત આપી શકાશે.
શું પરત આપનારો ફોન ચાલું હોવો જોઇએ?
જી હા તમે 501 રૂપિયાની સાથે એક્સચેન્જ કરીને જિયો ફોન ખરીદશો તો ફોન ચાલુ હોવો જોઇએ આ સાથે જ કંપની તમારા પાસે જૂના ફોન ચાર્જર અને બેટરી માંગશે. આ સિવાય તમારા આધાર કાર્ડની સાથે જવાનું રહેશે.
ક્યાં મળશે 501 રૂપિયાનો જિયો ફોન?
જો તમે જૂના ફિચર ફોન આપીને નજીકના જિયો અથવા રિલાયન્સ સ્ટોર પર જઇ શકો છો. આ સિવાય તમે અધિકૃત રિટેલ સ્ટોર પર જઇને જૂના ફિચર ફોનની સાથે 501 રૂપિયા આપીને એક્સચેન્જ કરીને 1500 રૂપિયાનો જિયો ફોન ખરીદી શકો છો આ સાથે જ જિયોની વેબસાઇટ પર બુકિંગ કરી શકો છો.
શું નવા જિયો ફોનમાં WhatsApp ચાલશે?
જી હા 501 રૂપિયામાં જે ફોન મળશે તે ગત વર્ષે લોન્ચ થયો 1500 રૂપિયાનો જિયો ફોન જ છે જેમાં 15 ઓગ્સ્ટ પછી WhatsApp Facebook Youtube જેવા એપ ચાલશે.
501 રૂપિયાના જિયોફોનમાં કયા-કયા પ્લાન હશે?
જિયો ફોન માટે 49 રૂપિયા અને 153 રૂપિયાના 2 પ્લાન છે. 49 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે જેમાં 1 GB ડેટા 50 SMS અને અનલિમિટેડ કૉંલિગ મળશે. જ્યારે 152 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી છે અને 1.5GB ડેટા એટલે કે 42 GB ડેટા મળશે અને દરરોજ 100SMS મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે.
1 જાન્યુઆરી 2015 પછી ખરીદી કરાયેલા તમામ કંપનીના તમામ ફિચર ફોનનો સ્વીકાર કરવામાં આવશે એટલે કે 3.5 વર્ષ જૂનો ફોનનો એક્સચેન્જ કરાવીને જિયો ફોન લઇ શકાશે. જિયો ફોનની સાથે સિમ કાર્ડ ફ્રી મળશે.