રિલાયન્સનો ફરી મોટા ધમાકો, ફક્ત 501 રૂપિયામાં મળશે નવો જિયો ફોન......

By : kaushal 12:56 PM, 05 July 2018 | Updated : 12:56 PM, 05 July 2018
રિલાયન્સ જિયોએ પોતાના એજીએમમાં મોટી જાહેરાત કરતા કહ્યુ કે રિલાયન્સ જિયો ફોન યૂઝર્સને ટુંક સમયમાં નવો જિયો ફોન મળશે અને તેનું નામ જિયો ફોન 2 હશે. જિયો ફોન 2 માટે ગ્રહકોએ 501 રૂપિયા આપવાના રહેશે અને જૂના ફોનને પાછો આપવાનો રહેશે. કંપનીએ તેને જિયો ફોન મોનસૂન હંગામા નામ આપ્યુ છે. 

જિયોએ એ પણ કહ્યુ કે જિયો ફોન યૂઝર્સને ટુંક સમયમાં દુનિયાના ત્રણ મોટા એપ યૂટ્યૂબ, ફેસબુક અને વ્હોટ્સએપની ગીફ્ટ મળશે. ઈવેન્ટ દરમ્યાન જિયોએ કહ્યુ કે જિયો ફોન માટે ટુંક સમયમાં વ્હોટ્સએપ એપ રિલીઝ કરવામાં આવશે.

જિયો ફોન 2ના ફીચર્સની વાત કરીએ તો તેમાં મોટુ કી-બોર્ડ, 4G સપોર્ટ, 2.4 ઈંચની ડિસ્પ્લે, 2000mAhની બેટરી, 512MB રેમ અને 4GB સ્ટોરેજ મળશે જેને 128GB સુધી વધારી શકાશે.

ફોનમાં 2MPનો રિયર અને 0.3MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનનું વેચાણ 15 ઓગસ્ટ 2018થી થશે અને તેની કિંમત 2,999 રૂપિયા છે પરંતુ જિયો ફોનને 500 રૂપિયામાં પાછો આપીને ફોનને ખરીદી શકાશે.

આ ઉપરાંત જિયો ફોનમાં VOLTE  અને VOWI-FI એટલે કે વોઈસ ઓવર વાઈ-ફાઈ મળશે. આ ઉપરાંત ફોનમાં FM, WI-FI, GPS અને NFC જેવા ફીચર્સ પણ મળશે.Recent Story

Popular Story