બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / reliance jio is going launch new plans with disney plus hotstar full access
Noor
Last Updated: 10:39 AM, 1 September 2021
ADVERTISEMENT
કંપનીના નવા પ્લાન 1 સપ્ટેમ્બર 2021થી લાગૂ થશે. પ્લાનની કિંમત 499 રૂપિયા, 666 રૂપિયા, 888 રૂપિયા, 2599 રૂપિયા અને 549 રૂપિયા છે. જિયોના આ પ્લાનમાં ડિઝની + હોટસ્ટાર સિવાય અનલિમિટેડ વોઇસ કોલિંગ, ડેટા, એસએમએસ અને જિયો એપ્સનું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ડિઝની + હોટસ્ટારે તેના પ્લાન્સમાં બદલાવ કર્યો છે. હવે કંપનીના વીઆઇપી પેક સાથે સંપૂર્ણ ( Disney+ originals, અને Disney, Marvel, Star Wars, National Geographic, HBO, FX, Showtime, 20th Century, Searchlight Picturesના ટીવી શો સામેલ છે) મળશે. જેના કારણે જિયોએ તેના જૂના ડિઝની પ્લસ હોટસ્ટારના પ્લાનમાં બદલાવ કર્યા છે. સાથે જ કેટલાક નવા પેક્સ લોન્ચ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જિયોના 499 રૂપિયા અને 666 રૂપિયાના પ્લાન
499 રૂપિયાનો પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ છે. પરંતુ 1 સપ્ટેમ્બરથી આ પ્લાનને 28 દિવસની નવી વેલિડિટી મળશે. (જોકે આ પ્લાન બંને વેલિડિટી સાથે ઉપલબ્ધ રહેશે.) 499 રૂપિયામાં ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટા સાથે મફત વોઇસ કોલિંગ અને એસએમએસ સુવિધા પણ આપવામાં આવશે. એ જ રીતે 666 રૂપિયાના પ્લાનમાં 56 દિવસની વેલિડિટી આપવામાં આવશે. જેમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ આપવામાં આવશે. આ બંને પ્લાનમાં Jio એપ્સ અને 1 વર્ષ માટે ડિઝની + હોટસ્ટારના ફુલ સબ્સ્ક્રિપ્શન સાથે આવશે.
જિયોનો 888 રૂપિયા અને 2599 રૂપિયાનો પ્લાન
888 રૂપિયાનો પ્લાન લગભગ ત્રણ મહિના સુધી ચાલશે. જેમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2 જીબી ડેટા, ફ્રી વોઇસ કોલિંગ અને એસએમએસ મળશે. Jio એપ્સના સબ્સ્ક્રિપ્શન સાથે આ પ્લાનને 1 વર્ષ માટે ડિઝની + હોટસ્ટારનું એક્સેસ મળશે. ચોથો પ્લાન 2599 રૂપિયાનો છે. આ પ્લાન પહેલાંથી જ ઉપલબ્ધ હતો. જેમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા, ફ્રી વોઇસ કોલિંગ, એસએમએસ અને 365 દિવસ માટે જિયો એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળે છે. ડિઝની + હોટસ્ટારનું ફુલ એક્સેસ 1 વર્ષ માટે આપવામાં આવશે.
જિયોનો 549 રૂપિયાનો પ્લાન
આ એક ડેટા એડ-ઓન પ્લાન છે. એટલે કે આમાં તમને વોઇસ કોલિંગ અને એસએમએસ જેવી સુવિધા નહીં મળે. પ્લાનમાં 56 દિવસની વેલિડિટી અને 1.5 જીબી ડેટા દરરોજ આપવામાં આવશે. ઉપરાંત ડિઝની + હોટસ્ટારની મેમ્બરશિપ 1 વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. જોકે, જે ગ્રાહકો પહેલાંથી જ ડિઝની+ હોટસ્ટાર પ્લાનનો ઉપયોગ કરી રહ્યાં છે તેમના માટે નવા ફેરફારો વર્તમાન પેક સમાપ્ત થયા પછી લાગુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.