બ્રેકિંગ ન્યુઝ
VTV / reliance Jio highest data giving recharge plans get daily 3gb data and free calling
Last Updated: 09:52 AM, 16 July 2021
ADVERTISEMENT
કોવિડ-19 બાદ દેશમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસિસનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. કોરોના કાળમાં મૂવી સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ગેમિંગને કારણે પણ વધુ ડેટાવાળા પ્લાન લોકો પસંદ કરી રહ્યાં છે. જેથી દેશમાં ટેલિકોમ કંપનીઓ સસ્તામાં વધુને વધુ ડેટા આપી રહી છે.
જિયોનો 349 રૂપિયાનો પ્લાન
ADVERTISEMENT
350થી પણ ઓછી કિંમતના આ પ્લાનમાં યુઝર્સને રોજ 3 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે આ પ્લાનમાં યુઝર્સને કુલ 84 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યું છે. આમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે અને રોજ 100 એસએમએસ મળે છે. સાથે જ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
3499 રૂપિયાનો પ્લાન
જિયોના પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં રોજ 3 જીબી ડેટા મળે છે. એટલે કે ગ્રાહકોને કુલ 1095 જીબી ડેટાનો ફાયદો મળે છે. દરરોજ મળતો ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. આ સિવાય આ પ્લાનમાં અનલિમિડેટ વોઈસ કોલિંગ અને રોજના 100 એસએમએસ પણ મળે છે. જિયોના ગ્રાહકોને આ પ્લાનનો ખર્ચ 10 રૂપિયાથી પણ ઓછો પડે છે. આમાંજિયો એપ્સ જેવી કે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ જેવી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
જિયોનો 401 રૂપિયાનો પ્લાન
401 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને રોજ 3 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે આ પ્લાનમાં યુઝર્સને કુલ 84 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યું છે. સાથે જ આ પ્લાનમાં ખાસ બે બેનિફિટ્સ મળે છે. પહેલું એ કે આમાં 6 જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે અને બીજુ એ કે આમાં 399 રૂપિયાની કિંમતનું ડિઝની પ્લસ હોટસ્ટારની સુવિધા મળે છે. આમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે અને રોજ 100 એસએમએસ મળે છે. સાથે જ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
જિયોનો 999 રૂપિયાનો પ્લાન
1000થી પણ ઓછી કિંમતના આ પ્લાનમાં યુઝર્સને રોજ 3 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. એટલે કે આ પ્લાનમાં યુઝર્સને કુલ 252 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યું છે. આમાં બધાં જ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે અને રોજ 100 એસએમએસ મળે છે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો આમાં રિલાયન્સ જિયો પ્લાન્સની સાથે જિયો સિનેમા સહિત અન્ય જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.