બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / reliance jio discontunied free plan offer with jio phone plans

ઓફર / જિયોના ગ્રાહકોને મોટો ઝટકો, કંપનીએ રિચાર્જ પ્લાન સાથે મળતી આ ફ્રી સુવિધા કરી દીધી બંધ, જાણી લો

Noor

Last Updated: 10:31 AM, 6 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોએ તેના કેટલાક રિચાર્જ પ્લાન્સમાં બદલાવ કર્યો છે. જિયોએ તેના પ્લાન્સ સાથે મળતા મોટા ફાયદાને ડિસ્કન્ટીન્યૂ કરી દીધું છે.

  • જિયોના ગ્રાહકો માટે ખરાબ સમાચાર
  • કંપનીએ કેટલાક રિચાર્જ પ્લાન્સમાં બદલાવ કર્યો છે
  • જિયોએ તેના પ્લાન્સ સાથે મળતા મોટા ફાયદાને બંધ કરી દીધું

જિયોએ વેબસાઈટ પર આ પ્લાન્સમાં મળતી ઓફરને હટાવી દીધી છે. કંપની જિયો ફોનના ઓલ ઈન વન રિચાર્જ પ્લાનમાં અત્યાર સુધી Buy 1 Get 1 Free ઓફર આપી રહી હતી. જોકે, હવે આ ઓફર વેબસાઈટ પર દેખાઈ રહી નથી. 

વેલિડિટી સાથે ડેટાનો ફાયદો મળતો હતો

રિલાયન્સ જિયોની બાય-વન-ગેટ-વન ફ્રી ઓફરથી યુઝર્સને ઘણો ફાયદો થયો હતો. જો જિયોના 39 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ ઓફર હેઠળ યુઝર્સને 28 દિવસની વેલિડિટી અને પ્લાનમાં કુલ 2.8 જીબી ડેટા મળતો હતો. હવે આ પ્લાનમાં માત્ર 14 દિવસની વેલિડિટી અને 1.4GB ડેટા મળશે. Jioના 69 રૂપિયાના પ્લાનમાં પણ યુઝર્સ 28 દિવસની વેલિડિટી મળતી હતી. આ પ્લાનમાં, યુઝર્સને 14GB ડેટા મળતો હતો. સાથે જ હવે ઓફર સમાપ્ત થયા પછી 14 દિવસની વેલિડિટી અને 7GB ડેટા પ્લાનમાં મળશે.

જિયો ફોનના 75 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં બાય-વન-ગેટ-વન ફ્રી ઓફર હેઠળ 56 દિવસની વેલિડિટી ઉપલબ્ધ હતી. પ્લાનમાં કુલ 6GB ડેટા મળતો હતો. હવે આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને કુલ 3GB ડેટા મળશે. 125 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી સાથે 28GB ડેટા મળતો હતો. જિયો ફોનના 155 અને 185 રૂપિયાના પ્લાનમાં પણ 56 દિવસની વેલિડિટી ઉપલબ્ધ હતી. ઉપરાંત, આ પ્લાનમાં ઓફર હેઠળ, અનુક્રમે 56GB અને 112GB ડેટા ઉપલબ્ધ હતો. તમામ પ્લાનમાં ફ્રી કોલિંગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Offer Reliance Jio discontunied Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ